ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain in Banaskantha : બનાસકાંઠામાં હવામાન વિભાગનું માન રાખતાં મેઘરાજા

હવામાન વિભાગે આપેલી વરસાદની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ (Rain in Banaskantha) વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતાં.

Rain in Banaskantha : બનાસકાંઠામાં હવામાન વિભાગનું માન રાખતાં મેઘરાજા
Rain in Banaskantha : બનાસકાંઠામાં હવામાન વિભાગનું માન રાખતાં મેઘરાજા

By

Published : Jul 19, 2022, 9:29 PM IST

ડીસા-બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાયતી ખાસ કરીને પાણી વગર દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા હતાં. જેના કારણે ખેડૂતોને ખેતીને લઇ ચિંતામાં મુકાયા હતાં. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ (Rain in Banaskantha)વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પડેલા સારા વરસાદના કારણે મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેતરની પણ શરૂઆત કરી દીધી છે.

બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ

આગાહી પ્રમાણે વરસાદ -ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી આપી છે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદસવારથી જ શરૂ થયો હતો તેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા -બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા પાલનપુર ઈકબાલગઢ અને અમીરગઢ વિસ્તારમાં સવારથી જ સારો એવો વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ખેડૂતોને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી હતી. ખાસ કરીને આજે ઈકબાલગઢ અને અમીરગઢ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી (Water Logging in Banaskantha )ભરાયા હતા. ઈકબાલગઢમાં નેશનલ હાઈવેથી બજારમાં જવાના રસ્તા પર આજે ધોધમાર વરસાદના કારણે ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Rain Update : માત્ર અડધો કલાક વરસાદ વરસતા સ્થિતિ જળબંબાકાર જેવી

આનંદની લાગણી -આ તરફ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી રોડ પર અને ખેતરોમાં ભરાતા ખેડૂતોને સ્થાનિક લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. પરંતુ આ વર્ષે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદની આશા હતી તેવો વરસાદ શરૂઆતના દિવસોમાં જ શરૂ થતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં હાથમતી નદીનો કોઝવે ધોવાયો, સર્જાઈ ભયંકર સ્થિતિ

વાવેતર શરૂ- બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પાણી વગર ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન વીટવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે સારો વરસાદ થાય અને જિલ્લામાં ફરી એકવાર ખેતી ક્ષેત્રે સારું એવું આવક થાય તે માટે ખેડૂતોએ વરસાદને લઈ ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યારે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે તળાવ અને ખેત તલાવડીઓ ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ વર્ષે શરૂઆતના દિવસોમાં જ મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ તથા ખેડૂતોએ વાવેતરની (Sowing of crop in banaskantha) શરૂઆત કરી દીધી છે. ત્યારે હજુ પણ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જિલ્લામાં સારો વરસાદ થાય જેથી ખેડૂતોને પાણી મળી શકે તો આ તરફ ઉપરવાસમાં પણ સારો વરસાદ થાય અને જિલ્લાના જીવાદોરી સમાન ખાલી પડેલા જળાશયોમાં પાણીની આવક થાય.

ABOUT THE AUTHOR

...view details