પાલનપુર માનસરોવરને પર્યટક સ્થળ બનાવવાની તૈયારી પાલનપુર:છેલ્લા કેટલાય સમયથી માનસરોવરનું ડેવલોપિંગ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. શહેરીજનોની વર્ષો જૂની માંગ સરકારે સ્વીકારી લીધી છે અને રાજ્ય સરકાર દ્વારા માનસરોવરના ડેવલોપિંગ માટે 6 કરોડથી વધુનું પેકેજ જાહેર કરાયું છે. ગંદકીથી ખદબદતા આ માનસરોવરની ગંદકીને લઈ ફક્ત સ્થાનિકો જ નહીં પરંતુ માનસરોવર આસપાસ રસ્તા પરથી પસાર થતા તમામ શહેરીજનો માનસરોવરની ભારે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
પાલનપુરનો ઇતિહાસ: એક સમયના નવાબી શહેર એવા પાલનપુર અતરો અને ફૂલોની નગરી તરીકે ઓળખાતું હતું. આ પાલનપુરમાં અનેક ઐતિહાસિક સ્મારકો જોવા લાયક છે તેમાંનું એક પાલનપુરમાં વર્ષો જૂનું ઐતિહાસિક એક માનસરોવર તળાવ પણ આવેલું છે. જોકે વર્ષો પહેલા આ તળાવમાં લોકો નાહવા સહિત હરવા ફરવા જતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્રની ઘોર બેદરકારી કે ઐતિહાસિક માનસરોવરમાં તંત્રએ શહેરનું ગંદુ પાણી ઠાલવવાનો તખ્તો ગડ્યો અને છેલ્લા કેટલાય સમયથી શહેરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી આ માનસરોવર તળાવમાં ઠાલવાતા ઐતિહાસિક આ માનસરોવર ગંદકીનું સ્થાન બની બેઠું હતું.
તંત્રની અણઆવડતથી નાણાં વેડફાયા:મહત્વની વાત છે કે માન સરોવરના ડેવલોપિંગ માટે આ પ્રથમ વખત ગ્રાન્ટ નથી આવી પરંતુ અગાઉ બે વખત મસ્ત મોટી રકમ આ તળાવના ડેવલોપિંગ પાછળ સરકારે વાપરવા છતાં પણ તંત્રની અણ આવડતને કારણે આ તળાવનું ડેવલપિંગ થઈ શક્યું ન હતું. સરકારના કરોડ રૂપિયા ખર્ચાયા બાદ પણ આ તળાવ નરકાગર સ્થિતિમાં જ રહ્યું. જો કે વધુ એક વખત સરકારે પાલનપુર શહેરની ચિંતા વ્યક્ત કરી માન સરોવરમાં રહેલું ગંદુ અને દૂષિત પાણીનો ત્વરિત નિકાલ કરી તળાવને પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.
'પાલનપુર શહેરનું માનસરોવર એક પર્યટક સ્થળ બને તેવી શહેરી જનોની માંગ માંગ હતી. આ માંગને ધ્યાનમાં લઈ પાલિકા દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરાઇ હતી ત્યારે રાજ્ય સરકારે દરખાસ્ત સ્વીકારી અને સ્વીકારી અને સાડા છ કરોડની જાહેરાત કરાઇ છે જેમાંથી માન સરોવર તળાવનું બ્યુટીફિકેશન અને ડેવલોપમેન્ટ કરાશે સાથે સાથે નજીકમાં આવેલા કૈલાશ વાટિકાનું પણ ડેવલોપમેન્ટ કરાશે સરકારમાંથી મંજૂરી આવી જશે. ઝડપથી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.'-કિરણબેન રાવલ, પાલિકાના પ્રમુખ
પાલનપુરના લોકોમાં ઉત્સાહ:પાલનપુરના સ્થાનિક મનોજભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલનપુરના નગરજનો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા બધાનું સપનું હતું કે માન સરોવર તળાવનું બ્યુટીફિકેશન થાય એક જોવા લાયક સ્થળ તરીકે એનો વિકાસ થાય રાજ્ય સરકાર દ્વારા સાડા પાંચ કરોડથી વધારે રકમ ફાળવીને બ્યુટીફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આનાથી નગરજનોમાં ખૂબ બધો ઉત્સાહ છે નગરજનોનું સપનું હતું કે આ માન સરોવર તળાવ છે એ નગરની વચ્ચે આવેલું છે તો એનું લોકો સારા હેતુ માટે ફાયદો લે ત્યાં બેસી શકે ત્યાં જઈને પોતાના બાળકો સાથે રમી શકે રાજ્ય સરકારે આજે કામ કર્યું છે તે માટે હું આભાર માનું છું.
- International Mothers Day 2023 : પ્રતિમા સ્વરૂપે માતાની સતત સહાનુભૂતિની વચ્ચે થઈ રહી છે મધર દિવસની ઉજવણી
- Sabarmati Ashram redevelopment: આશ્રમવાસીઓ માટે 20 મકાન બાંધવા AMCએ 9 કરોડ ફાળવ્યા