યાત્રાધામ અંબાજીમાં પોલીસે દબાણ દૂર કરવા અચાનક ડ્રાઈવ યોજી
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ગુરુવારે અંબાજી પોલીસે દબાણ દૂર કરવા માટેની અચાનક ડ્રાઈવ હાથ ધરી હતી. 20થી 25 જેટલા પોલીસ કર્મચારીઓ સહીત પોલીસ અધિકારીએ અચાનક હીને માર્ગ અને મુખ્ય બજારમાં નડતર રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહીથી વાહનચાલકો સહીત લારી ગલ્લા વાળાઓમાં ભારે નાસ ભાગ મચી હતી.
લારીઓ ખુલી મૂકી ને તો કોઈક વ્યાપાર આટોપી લારીને જાહેરમાર્ગો ઉપર જ છોડીને વેપારીઓ ચાલ્યા જતા પોલીસ પણ રોષે ભરાઈ હતી ને અડચણન રૂપ જાહેરમાર્ગો ઉપર પડેલા લારી ગલ્લાઓને ઊંધા કર્યા હતા. જેને લઈ વ્યાપારીઓમાં રોશની લાગણી પણ ફેલાઈ હતી. જો કે અંબાજી એક મોટું યાત્રાધામ છે ને જ્યાં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે. આ દબાણદારોને જાહેરમાર્ગો ઉપરથી હટી જવા સૂચનો આપી હોવા છતાં તેઓ ન હટતા આ ડ્રાઈવને કડક હાથે કામગીરી લેવાઈ હતી. હજી પણ વ્યાપારીઓને અડચણન રૂપ ન થવા ને ખોટા દબાણો ન કરવા પણ પોલીસે સૂચના જાહેર કરી છે.