બનાસકાંઠા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા (PM Modi Gujarat Visit) જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસ ડેરી (sanadar banas dairy)ના નવા આધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા. PM મોદીએ બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે (Animal Husbandry In Banaskantha) સારી આવક મેળવતી મહિલાઓ (Women In Animal Husbandry) સાથે સંવાદ કર્યો હતો. અહીં બનાસડેરીના નવા અત્યાધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા દેશના વડાપ્રધાને મહિલાઓનું પણ સન્માન કર્યુ હતું.
મહિલાઓએ પશુપાલન અને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી- બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ મોટાભાગે પશુપાલન અને ખેતી ક્ષેત્ર (Women In Agriculture In Banaskantha) સાથે જોડાયેલી છે. દર વર્ષે પશુપાલન કરતી મહિલાઓ લાખોની આવક (Income From Animal Husbandry) દૂધમાંથી મેળવી રહી છે. PM મોદીએ પશુપાલન દ્વારા લાખોની કમાણી કરી રહેલી આ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. હાજર તમામ મહિલાઓએ દર વર્ષે પશુપાલન ક્ષેત્રે દૂધમાંથી મેળવતી આવકને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (interaction with pm modi) સાથે ચર્ચા-વિચારણા કરી હતી. પશુપાલન સાથે જોડાયેલી આ મહિલાઓએ તેમને પડતી તકલીફો વિશે પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો:PM Modi gujarat Visit: વડાપ્રધાને બનાસકાંઠાના ખેડૂતોને પાણીની સમસ્યા ઉકેલવા શું કહ્યું જાણો