ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિકાસના કામોને લઈ લોકોને સુવિધા પૂરી પાડવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વિકાસમા સ્થાનિક તંત્રના કારણે સરકારને પણ લોકોના રોષના ભોગ બનવું પડે છે. સરકાર કામ સારું થાય અને ઝડપી થાય એ માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ઢીલી કામગીરીને કારણ લોકો મુશ્કેલી વેઠવી પડે છે.ત્યારે હાલમાં પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. વિકાસના કામોમાં ધીમી ગતિએ ચાલતા હોવાના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.
પાલનપુરમાં ગોકળગતી એ ચાલતા કામથી લોકો પરેશાન - rohit thakor
પાલનપુરઃ ગુજરાત સરકાર દ્વારા વિકાસની મસ મોટી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સરકારના વિકાસની ગતિ હવે ધીમી પડી રહી છે. જેનું ઉદાહરણ જે-તે જિલ્લાના સ્થાનિક તંત્રના કામમાં જોવા મળી રહ્યાં છે. પાલનપુરના બીજેશ્ચર કોલોનીથી વડલીવલા પરા વિસ્તાર તરફ જતા રસ્તામા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઈન નાખવામાં આવી રહી છે. આ રસ્તા પર રોજના હજારોની સંખ્યામાં અહીંથી લોકો પસાર થાય છે. પરંતુ આ રસ્તા પર છેલ્લા બે મહિનાથી ગોકળગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થયા છે.અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.
પાલનપુરના બીજેશ્ચર કોલોનીથી વડલીવાળા પરા વિસ્તારમાં તરફ જતા રસ્તાની તો પાલનપુર નગરપાલિકા દ્વારા આ રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.અને અહીં બાજુમાં બે સ્કુલો પણ આવેલી છે. જ્યાં હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કુલમાં જતાં આ પાઇપ લાઇનના કામ થી હાલાકી ભોગવી રહ્યા છે.પાઇપ લાઇન નાખવા માટે ઊંડા ઉંડા ખાડા ખોદવામાં આવ્યા છે તેમાં જો કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ પડી જય તો મોટી જાનહાનિ થઇ શકે છે. ત્યારે શાળાએ અભ્યાસ માટે જતા બાળકોની પણ માંગ છે કે આ પાઇપ લાઇનનું કામકાજ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. પાઇપ લાઇનનું કામ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી. જેના કારણે આ રસ્તા પરથી ચાલતા હજારો વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે લોકોની એક જ માંગ છે કે, તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે.