ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર નગરપાલિકાએ 11 દુકાનોને સીલ કરી

પાલનપુર નગરપાલિકા હસ્તક રહેલી દુકાનોને પાલિકા દ્વારા વેપારીઓને ભાડા પેટે લિઝ પર આપવામાં આવતી હોય છે, ત્યારે ગત 3-4 વર્ષથી ભાડાની રકમ નહીં ભરનાર વેપારીઓ સામે પાલિકાએ લાલ આંખ કરી છે. જે અંતગર્ત પાલિકાએ 16 દુકાનોને નોટિસ પાઠવી11 દુકાનોને સીલ કરી છે.

By

Published : Jan 8, 2021, 6:03 PM IST

દુકાન સીલ
દુકાન સીલ

  • ભાડું નહીં ભરનારા લિઝ ધારકોમાં ફફડાટ
  • 5 દુકાનદારોએ સ્થળ પર જ દંડની રકમ જમા કરાવી
  • કુલ 2.90 લાખની રકમ સ્થળ પર વસુલ કરાઈ

બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકા હસ્તક રહેલી દુકાનોને પાલિકા દ્વારા વેપારીઓને ભાડા પેટે લિઝ પર આપવામાં આવતી હોય છે, ત્યારે ગત 3-4 વર્ષથી ભાડાની રકમ નહીં ભરનાર વેપારીઓ સામે પાલિકાએ લાલ આંખ કરી છે. જે અંતગર્ત પાલિકાએ 16 દુકાનોને નોટિસ પાઠવી11 દુકાનોને સીલ કરી છે.

પાલનપુર નગરપાલિકાએ 11 દુકાનોને સીલ કરી

11 દુકાન સીલ કરવામાં આવી

પાલનપુર નગરપાલિકાએ પોતાના હસ્તકની 1,239 જેટલી દુકાનો વેપારીઓને લિઝ પર આપી છે. જેમાંથી અનેક વેપારીઓએ વર્ષોથી નિયત થયેલી ભાડાની રકમ પાલિકામાં જમાં કરાવી નથી. જેથી અનેકવારની નોટિસો બાદ આજે શુક્રવારે પાલિકાએ 3 વર્ષથી પણ અધિક સમયથી ભાડું નહીં ભરનારા 16 દુકાનદારોની દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરના પ્રહલાદનગર સહિત જુદા જુદા વિસ્તારોની 11 દુકાનોને સીલ કરાઈ હતી, જ્યારે સીલ કરવાની આ કામગીરી દરમિયાન 5 વેપારીઓએ સ્થળ પર જ દંડ સહિત ભાડાની રકમ ચૂકવતા તેમની દુકાનો સીલ કરાઈ નહોતી.

કુલ 2.90 લાખની રકમ સ્થળ પર વસુલ કરાઈ

ABOUT THE AUTHOR

...view details