ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર LCB પોલીસે 200ની નકલી નોટ સાથે 4ને ઝડપ્યા

બનાસકાંઠા: બનાસકાંઠામાં LCB પોલીસે નકલી નોટ બનાવવાની દેશ વિરોધી પ્રવૃતિનો પર્દાફાશ કર્યો છે. 54 હજાર રૂપિયાની નકલી નોટો અને કમ્યુટર, પ્રિન્ટર સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પાલનપુર LCB પોલીસે 200ની નકલી નોટ સાથે 4ને ઝડપ્યા

By

Published : Aug 6, 2019, 4:43 AM IST

બનાસકાંઠા LCBને મોટી સફળતા મળી છે. LCB પોલીસે નકલી નોટ બનાવવા દેશ વિરોધી પ્રવૃતિનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ધાનેરામાં રહેતાં જીગ્નેશ કાંતિભાઈ ઠક્કરના યુવક પર શક જતા તેની તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી ૨૦૦ રૂપિયાના દરની 16 નકલી નોટો ઝડપાઈ જતા પોલીસે તેની અટકાયત કરી કડક પૂછપરછ હાથ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી .

પાલનપુર LCB પોલીસે 200ની નકલી નોટ સાથે 4ને ઝડપ્યા

જીગ્નેશ યુસુફ અમ્પાનવાલાના સંપર્કમાં આવ્યો હતો અને યુસુફનો પુત્ર બુરહાનુદીન મહારાષ્ટ્ ના પુનામાં પોતાના રહેણાંક મકાનમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટિંગ મશીન વડે નકલી નોટ છાપતો હતો. જોકે બાદમાં જીગ્નેશ કાંતિલાલ ઠક્કરે યુસુફભાઈના સંપર્કમાં આવતા તેના પુત્ર પાસેથી નકલી નોટ બનાવવાનું શીખ્યો હતો અને તેની પાસેથી કોમ્પ્યુટર અને પ્રિન્ટિંગ મશીન લાવ્યો હતો. ધાનેરામાં પણ નકલી નોટ બનાવવાની રાતોરાત કરોડ પતી બનવાની ફિરાક માં હતો. પરંતુ તે નોટ છાપી બહાર ચલણમાં મૂકે તે પહેલાં જ તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ અગાઉ આ શખ્સો એ સ્ક્રીન પ્રિન્ટિંગના આધારે નોટ છાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા ન મળતા તેઓએ કલર પ્રિન્ટિંગ મશીન વડે નોટો છાપવાનું શરૂ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details