ડુંગળી વગર કોઈ પણ શાકનો સ્વાદ અધૂરો છે. ડુંગળીને ગરીબોની કસ્તૂરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ડુંગળીના ભાવમાં થયેલાં ધરખમ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ગૃહિણીઓમાં સૌથી પ્રિય એવી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના લીધે હવે ગૃહિણીઓ પણ પરેશાન થઈ ગઈ છે. તેણે રસોઈમાં ડુંગળીનો ઉપયોગ પણ ઘટાડી દીધો છે. વર્તમાન સમયમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે. જેના કારણે સ્વાદ સાથે સમાધાન કરવાની નોબત આવી પડી છે. આ વર્ષે ડુંગળીના ભાવોમાં ચાર ગણો વધારો થયો હોવાનું જથ્થાબંધના વેપારીઓ જણાવી રહ્યાં છે.
ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
બનાસકાંઠા: ગરીબોની કસ્તૂરી કહેવામાં આવતી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. જેની સીધી અસર છૂટક બજારથી માંડી જથ્થાબંધ બજારની ખરીદી પર જોવા મળી રહી છે. પરીણામે હવે ગૃહિણીઓએ પણ રસોઈમાં ડુંગળીનો ઉપયોગ ઓછો કરી સ્વાદ સાથે સમાધાન કરી રહી છે.
etv bharat
આ વર્ષે ડુંગળીના ભાવો ચાર ગણા વધી જતાં ગૃહિણીઓના બજેટ પર પણ અસર જોવા મળી રહી છે. ત્યારે ડીસા શાકમાર્કેટ એસોસિએશનના પ્રમુખ સાથે ડુંગળીના ભાવ વધતા અંગે ચર્ચા કરતાં તેમણે ડુંગળીના ભાવ વધારા અંગે માહિતી આપી હતી.
હાલ,ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ગરીબને નહીં પરંતુ અમીરોને પણ મોંઘી પડી રહી છે. જેને ગૃહિણીઓને પણ સ્વાદ સાથે સમાધાન કરવા મજબૂર કરી દીધી છે. ત્યારે ડુંગળીના ભાવ હજુ પણ આગામી બે માસ સુધી ઊંચા રહે તેવી શક્યતા વ્યકત કરાઈ છે.