બનાસકાંઠાઃ હાલ તબક્કે કોરોનાની મહામારીના કારણે મોટાભાગના તમામ તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એક પછી એક તહેવારો સાવ ફિક્કા પસાર થઈ રહ્યા છે. લોકો વર્ષભર રાહ જોતા હોય છે, તેવા ગણેશ મહોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ અંબાજી શહેરમાં એકપણ ગણપતિનો પંડાલ બાંધવામાં આવ્યો નથી. આ સાથે 11 ફૂટની બેસાડી સ્થાપના કરવામાં આવતી હોય છે. લોકોએ દર વર્ષે ગણપતિ બોસાડવાનો સંકલ્પ લીધો હોવાથી ગણેશ ભક્તો માત્ર સવા ફુટના માટીના ગણપતિની મૂર્તિ બેસાડી સ્થાપના કરી પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા.
અંબાજી શહેરમાં ગણપતિનો એકપણ પંડાલ નહીં
કોરોના મહામારીની અસર તહેવારોની ઉજવણી પર પણ પડી છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ જાહેર મેળા અને જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંતર્ગત અંબાજી ખાતે ગણેપતિના પંડાલ બાંધવામાં આવ્યા નથી. પંડાલમાં મોટી મૂર્તિની સામે ભક્તોએ માત્ર સવા ફુટની ગણપતિ મંગલ મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા.
ganeshchaturthi 2020
સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ભગવાન ગણેશની મોટી પ્રતિમા સ્થાપિત કરવા પ્રતિબંધ હોવાથી શનિવારે સાદગી પૂર્ણરીતે વિજય મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરી હતી. પૂજા અર્ચના કરી ગણપતિ બાબા મોરિયા, ઘીમાં લાડુ ચોરીયાના જયઘોષ પણ કર્યા હતા. ખાસ કરીને ગણપતિ વિસર્જન નદી-નાળામાં કરવા પર પણ પ્રતિબંધ હોવાથી લોકો ઘરે જ તપેલામાં ગણપતિને બેસાડીને વિસર્જન કરશે.