- નવી સરકારમાં પ્રધાનોની નવનિયુક્તિ બાદ પ્રધાનહવે દેવદર્શને પહોંચી રહ્યા છે
- રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા
- મંદિરના ગર્ભગૃહમાં બેસી મુખ્ય પૂજારીએ તેમને પૂજા અર્ચના કરાવી
બનાસકાંઠા: નવી સરકારમાં પ્રધાનોની નવનિયુક્તિ બાદ પ્રધાનહવે દેવદર્શને પહોંચી રહ્યા છે ત્યારે રાજ્યના નવનિયુક્ત કૃષિને ઉર્જા પ્રધાન મુકેશ પટેલ આજે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા આ પ્રંસગે મંદિરના વહીવટદાર એસ જે ચાવડાએ સ્મૃતિચિન્હ સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી, ત્યાર બાદ મુકેશ પટેલે મહાદેવજીના મંદિરમાં શિવ અર્ચના પણ કરી હતી. માતાજીને ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવી રક્ષાપોટલી પણ બંધાવી હતી.
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે નડીયાદના રામજી મંદિર અને સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા