બનાસકાંઠા : ચોમાસાની શરૂઆત પૂર્વે જ બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં તો છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ સાથે રોજ થોડો ઘણો વરસાદ વરસી રહ્યો છે.
અમીરગઢ તાલુકાની કલેટી નદીમાં આવ્યા નવા નીરનું આગમન
નિસર્ગ વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ જોવા મળી છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠામાં પણ રોજ વાતાવરણના પલ્ટા સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઇરાત્રે રાજસ્થાનના ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે બનાસકાંઠાની કલેડી નદીમાં નવા નીર આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમીરગઢ
જ્યારે રાજસ્થાનમાં પણ ગઈ કાલે રાત્રે જોરદાર વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં અમીરગઢ પાસે આવેલી કલેડી નદીમાં નવા નીર આવ્યા હતા. કલેડી નદી બંને કાંઠે વહેતી થતા લોકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા.
ચોમાસા પૂર્વે જ નદી બંને કાઠે વહેતા આજુબાજુના લોકો પણ જોવા માટે નદીએ પહોંચ્યા હતા અને પાણીના તળ પણ ઊંચા આવવાની સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.