ડીસાઃ શુક્રવારે બપોરના સમયે ડીસા સિવિલમાં માથાની ઇજા સાથે એક યુવતિ સારવાર હેતુ આવી હતી. જો કે, યુવતી સાથે અન્ય યુવક શંકાસ્પદ લાગતાં સ્થાનિકોએ હિંદુ સંગઠનોને જાણ કરી હતી. જે બાદ વિવિધ હિંદુ સંગઠનો ત્યાં પહોંચ્યા હતાં અને મામલો લવ જેહાદનો દેખાતાં તેમજ યુવતિ હિંદુ હોઇ તેમજ પીડીત હોઇ ડીસા ઉત્તર પોલીસ દફતરે આ મામલો પહોંચ્યો હતો. જે બાદની તપાસમાં મોડી રાત્રે યુવતીની કેફીયત આધારે બહાર આવી હતી ચોંકાવનારી વિગતો અને ઇજા કરનાર યુવક તેની સાથે ધાકધમકી આપી અનેકો વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલુ જ નહિં પરણીત હોવા છતાં તેણે યુવતી સાથે મંદિરમાં લગ્ન કરવાનું તરકટ રચી તેણે બદનામ કરવાની ધમકીઓ આપી તેની સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હતું. જો કે, તે બાદ ડીસા ઉત્તર પોલીસે ફરીયાદ નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ડીસામાં લવજેહાદનો કિસ્સો ગરમાયો હતો જેમાં હિંદુ સંગઠનોએ આક્રોશ સાથે આવા કિસ્સાઓમાં યોગ્ય બદલો લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ ઘટનાની વિગત જોઇએ તો, ડીસાની એક કોલેજમાં અભ્યાસ કરતી યુવતિ એન.સી.સી. કેડરમાં જોડાઇ હતી અને એન.સી.સી. કેર્ડેટર્સ તરીકે તેની સાથે અન્ય દસ જેટલી છોકરીઓ પણ જોડાઇ હતી. એન.સી.સી.માં સીનીયર તરીકે ઇરસાદ અંસારી, (રહે. ડીસા) પણ હતો. જો કે, તેની સાથે રાજપુર ખાતે રહેતો તેનો મિત્ર મુસરફ અહમદ નૌસાદ, અહમદ અંસારી પાસે અવાર નવાર આવતો હતો. આ મુસરફ અહમદે પોતાની ઓળખાણ છુપાવી પોતાનું નામ અયાન અંસારી જણાવ્યું હતું અને હિંદુ તરીકેની ઓળખ આપી અપરણિત હોવાનું પણ જાહેર કર્યું હતું. જે બાદ આ યુવકે ભોગ બનનાર યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને તેના વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરતો હતો. તેમજ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી કોલેજના અન્ય મિત્રો સાથે વિવિધ હોટલોમાં નાસ્તો કરવા પણ લઇ જતો હતો. આમ મિત્રતા મેળવી મુસરફ અહમદ અંસારીએ એક દિવસ ભોગ બનનાર યુવતીને ડીસાના મંદિરમાં બોલાવેલી અને તેને ફોસલાવી તેની માંગમાં કંકુ ભર્યું અને જણાવેલ કે, આજથી તુ મારી પત્નિ છે અને આપણે હિંદુ શાસ્ત્રો મુજબ આજથી પતિ-પત્નિ ' છીએ. જે બાદ અવાર નવાર આ યુવતીને આરોપી મુસરફઅહેમદ અંસારી ઇમોસ્નલ બ્રલેકમેલીંગ કરી પોતે આત્મ હત્યા કરશે. તેવી ધમકીઓ આપી ડીસાની હોટલમાં બોલાવી હતી અને રૂમ બુક કરાવી બળજબરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતી જ્યારે મળવા ન જતી અથવા તેના તાબે ન થતી ત્યારે આરોપી મરી જવાની ધમકી આપી યુવતીને મળવા મજબુર કરતો હતો અને અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ વિવિધ ગેસ્ટ હાઉસોમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જોકે યુવક પરણીતા હોવાનુ ખુલતા યુવતીએ ભયભીત બની યુવકથી દુર રહેવાનો પ્રયત્ન કરતાં આ યુવક દાદાગીરીએ કોલેજ પહોંચ્યો હતો અને યુવતી સાથે ગુસ્સો કરી તેની પત્નિ જોયા સાથે વાતચીત ન કરવા ધમકી આપી હતી. જો કે, યુવતીએ ગુસ્સો ન કરવા સમજાવતાં આરોપી મુસરફઅહેમદ અંસારી ઉશ્કેરાયો હતો અને તેના હાથમાં રહેલો મોબાઇલ યુવતીના માથામાં મારી ઇજા પહોંચાડતાં યુવતી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં આ યુવકની વર્તણુંક શંકાસ્પદ લાગતાં સ્થાનિકોએ તેને ઝડપી પોલીસ હવાલે કરતાં આ સમગ્ર ગુનાહિત કૃત્ય બહાર આવ્યું હતું. જે બાદ ડીસા પોલીસ ઇન્સ્પેકટર જે.વાય.ચૌહાણે ભોગ બનનારની કેફીયત આધારે યુવક સાથે બળાત્કાર અને આઇ.ટી. એક્ટ મુજબનો ગુનો નોંધી તેને જેલ હવાલે કર્યો હતો. જોકે ભોગ બનનારી યુવતીએ હિંમતથી ફરિયાદી બનતા મામલો સામે આવ્યો હતો અને યુવતીએ આવા લેભાગુ યુવકોથી પોતે છેતરાઈ છે. પણ અન્યના છેતરાય તેવી અપીલ કરી હતી.