બનાસકાંઠા : દર વર્ષની જેમ અંબાજીમાં રાધાકૃષ્ણ મંદિરથી નીકળતી રથયાત્રા આ વખતે નગરયાત્રા કરી શકશે નહી. જેના બદલે રથયાત્રા આયોજક ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા માનસરોવર પાસે ભગવાન રાધા કૃષ્ણના મંદિરે ભગવાન જગન્નાથજીના રથને મૂકવામાં આવશે. જ્યાં આરતી પૂજા કરવામાં આવશે અને દર્શનાર્થીઓ દૂરથી દર્શન કરવાના રહેશે. આ પ્રસંગે ફણગાવેલા મગ અને જાંબુ તથા કાકડીનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે નહી. લોકોની આરોગ્યની સુખાકારી સાથે કોરોનાનુ સંક્રમણ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આયોજકો દ્વારા આ નિર્ણય લેવાયો છે.
યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહીં નીકળે - latestgujaratinews
કોરોનાના સંક્રમણના કારણે સરકારે પણ રથયાત્રાને મંજૂરી આપી નથી. ત્યારે યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 27 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે મોકૂફ રાખવામાં આવી છે.
એટલુ જ નહી અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમય માં ફેરફાર થવાથી શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં આવતીકાલ તારીખ 23 જૂન એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે જ વખત કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું. તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે