બનાસકાંઠાઃ કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી એક વાર તીડના ઝૂંડ દેખાયા છે. સુઇગામ અને ભાભર તાલુકાના ગામડાઓમાં ગુરુવારે સવારે સફેદ અને લાલ કલરમાં તીડના ઝૂંડ જોવા મળતાં ખેડૂતોની ચિંંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડનું આક્રમણ, ખેડૂતોની ચીંતામાં વધારો બનાસકાંઠા જિલ્લો જાણે તીડનું ઘર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અનેકવાર તિડના ઝૂંડના હુમલા થઈ રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક પછી એક મોટા તીડના ઝૂંડ આવી જતા એક વર્ષમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડનું આક્રમણ, ખેડૂતોની ચીંતામાં વધારો એક તરફ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ અવાર નવાર તીડના થતા હુમલાના કારણે સરહદી વિસ્તારમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામ ,ભાભર અને વાવ તાલુકાના ગામોમાં ગુરુવારે તીડના ઝૂંડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સુઇગામના મોરવાડા, રડકા તેમજ વાવ તાલુકાના એટા, લાલપરા અને ભાભર તાલુકાના અનેક ગામોમાં લાલ અને સફેદ તીડના ઝૂંડ દેખાયા છે. વહેલી સવારથી ખેડૂતો તીડને ભગાડવા થાળી-તગારા લઇ ખેતરમાં પહોંચ્યા હતા અને તેને ભગાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે ખેડૂતોની ચિંતાગ્રસ્ત સ્થિતિ વચ્ચે વારંવાર તીડ આક્રમણ ખેતીવાડી ટીમ અને તીડ નિયંત્રણ ટીમ પણ સતર્ક બની હતા.
વારંવાર ખેડૂતોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જોકે, હજુ પણ આવનાર સમયમાં મોટા ઝૂંડ આક્રમણ કરશે તેવી આગાહી સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનને કરી છે, તેવામાં હજુ પણ વધારે મોટા તીડના ઝૂંડનો સામનો ખેડૂતોએ કરવો પડશે.