ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકારના 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાના નિયમનો બનાસકાંઠામાં વિરોધ

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021- 22ના બજેટમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાના નિયમ બનાવવા આવી રહ્યો છે. જેનો બનાસકાંઠા જિલ્લામાં વાહન ચાલકો વિરોધ દર્શાવી રહ્યાં છે.

Gujarat News
Gujarat News

By

Published : Mar 28, 2021, 12:09 PM IST

  • સમગ્ર વિશ્વમાં પ્રદૂષણ મુક્ત બનાવવા જૂના વાહનો પર પ્રતિબંધ
  • કેન્દ્ર સરકાર દ્વારા વ્હિકલ સ્ક્રૅપ પૉલિસીની જાહેરાત કરાઈ
  • કેન્દ્રીય પરિવહન મંત્રાલય તેને અંતિમ સ્વરૂપ આપે તો આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે

બનાસકાંઠા: સમગ્ર વિશ્વ આજે સૌથી મોટી સમસ્યાનો સામનો કરતું હોય તો તે છે પ્રદૂષણની સમસ્યા. તેના માટે આજે દરેક દેશમાં વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. ભારત દેશમાં પણ હાલમાં મોટી મોટી કંપનીઓ અને ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાના કારણે પ્રદૂષણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ જૂના વાહનોના કારણે પણ તેમાંથી વધારે પડતો નીકળતો ધુમાડાના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારના 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાના નિયમનો બનાસકાંઠામાં વિરોધ

ટૂંક સમયમાં જ નિયમ સમગ્ર ભારતભરમાં લાગુ કરાશે

આવા સમયે પ્રદૂષણને અટકાવવા માટે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021- 22ના બજેટમાં જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ નિયમ સમગ્ર ભારતભરમાં લાગુ કરવામાં આવશે. જેના કારણે આવનારા સમયમાં દેશને પ્રદૂષણ મુક્ત કરી શકાશે.

બનાસકાંઠા

બનાસકાંઠામાં પણ આ તમામ વાહનો પર પ્રતિબંધ મૂકાશે

બનાસકાંઠામાં પણ 2 લાખ કરતાં વધુ જૂના વાહનો છે અને આ વાહનોના કારણે હાલમાં પ્રદૂષણની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આવનારા સમયમાં સરકાર દ્વારા 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ આ તમામ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

બનાસકાંઠા

આ પણ વાંચો :ગુજરાતમાં ફેબ્રુઆરી 2020 સુધીમાં માત્ર 7.50 લાખ વાહનનોના ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરાયા

જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવું હશે તો મોટી રકમ ચૂકવવી પડશે

તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ દ્વારા વ્હિકલ સ્ક્રૅપ પૉલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ મુજબ જૂની ગાડીઓને સ્ક્રૅપ કરવા બદલ વાહન માલિકને વિવિધ લાભો આપવામાં આવશે. જેના કારણે આવનારા સમયમાં વાહન ચાલકોને ફાયદો થઈ શકે તેમ છે.

બનાસકાંઠા

ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તે વાહનોનું રજિસ્ટ્રેશન આપોઆપ રદ થશે

ભારતમાં વ્હિકલ સ્ક્રૅપ પૉલિસીની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. જેના કારણે નાણાંકીય વર્ષ 2021- 22નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા જે વ્હિકલ સ્ક્રૅપ પૉલિસીની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જૂનાં ખાનગી વાહનોનું જો ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો આવા વાહનોનું રજિસ્ટ્રેશન આપોઆપ રદ થઈ જશે. જો જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવું હશે તો વાહન માલિકને મોટી રકમ ચૂકવવી પડશે. પરંતુ આ યોજના આવવાથી આગામી સમયમાં વાહનચાલકોને ચોક્કસથી ફાયદો થઈ શકે તેમ છે. આ બજેટ અંતર્ગત જૂની ગાડીઓને સ્ક્રેપ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. નવી રોજગારીનું સર્જન થશે અને નવા વાહનો માટે માગ ઊભી થશે. જેના કારણે આવનારા સમયમાં અનેક લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે.

આ પણ વાંચો :દેશમાં માર્ગ નિર્માણના 888 પ્રોજેક્ટ્સ વિલંબમાં, કેટલાક પ્રોજેક્ટ્સ એક દાયકા બાદ પણ અધૂરા

કેન્દ્રીય પરિવહન મંત્રાલય તેને અંતિમ સ્વરૂપ આપે તો આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરાશે

જો કેન્દ્રીય પરિવહન મંત્રાલય તેને અંતિમ સ્વરૂપ આપે તો આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મંજૂરી બાદ નવા નિયમો તમામ સરકારી વાહનો માટે લાગુ થશે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશો, PSUS, નગરપાલિકાઓ અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના વાહનો શામેલ છે. જે પછી સરકારી વિભાગો 1 એપ્રિલ, 2022થી 15 વર્ષથી વધુ જૂના વાહનોના રજિસ્ટ્રેશનનું નવીકરણ કરી શકશે નહીં. 1 એપ્રિલ, 2022થી સરકારી વિભાગો 15 વર્ષથી વધુ જૂનાં વાહનોની નોંધણીનું નવીકરણ કરી શકશે નહીં.

12 માર્ચના રોજ નિયમોના ડ્રાફ્ટ અંગે જાહેરનામું બહાર પાડ્યું

મંત્રાલયે 12 માર્ચના રોજ નિયમોના ડ્રાફ્ટ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંગે 30 દિવસમાં હોદ્દેદારોની ટિપ્પણીઓ, વાંધા અને સૂચનો આમંત્રિત કરાયા છે. આ પહેલા 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં સરકારે વાહન કબાડ પોલિસી જાહેર કરી હતી. આ અંતર્ગત 20 વર્ષ ખાનગી વાહનો અને 15 વર્ષના વ્યાપારી વાહનો પછી ફિટનેસ પરીક્ષણ કરાવવું જરૂરી છે. આ પરીક્ષા પાસ નહીં કરનારા વાહન ચલાવવા માટે ભારે દંડ ફટકારવામાં આવશે. તેમજ આવા વાહનો જપ્ત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની વ્હિકલ સ્કેપ પોલિસી યોજનાનો વાહનચાલકોમાં વિરોધ

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021- 22નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ બજેટમાં સરકાર દ્વારા વ્હિકલ સ્કેપ પોલિસી યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો વાહનચાલકો વિરોધ કરી રહ્યાં છે.

15 વર્ષથી જૂના વાહનો માત્ર ગરીબ પ્રજા પાસે જ છે

વાહનચાલકો આ અંગે જણાવી રહ્યાં છે કે, સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે. તે યોજના માત્ર અમીર લોકો માટે જ બનાવવામાં આવી છે. કારણ કે આ યોજના જો બહાર પાડવામાં આવશે તો ગરીબ લોકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવશે. કારણ કે, 15 વર્ષથી જૂના વાહનો માત્ર ગરીબ પ્રજા પાસે જ છે અને જેના કારણે સરકાર દ્વારા જો આ નિયમ ગરીબ લોકો પાસેથી આ સાધનો બંધ કરાવવામાં આવશે અને જેના કારણે ગરીબ લોકોને રોજીરોટી છીનવાઇ જશે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આ નિયમ હટાવે તેવી બનાસકાંઠા જિલ્લાના પાંચ લોકોની માગ છે.

પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાની વાત કરાઈ

આ અંગે જિલ્લાના વાહનચાલક અતુલ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જે પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. તેના કારણે ગરીબ લોકોને નુકસાન થશે, ત્યારે ખરેખર બનાસકાંઠામાં હાલ મોટા ભાગના 15 વર્ષથી જૂના વાહનોને ગરીબ લોકો ચલાવી અને પોતાનું પરિવારનું ગુજરાત ચલાવી રહ્યાં છે. ત્યારે આવા સમયે જો સરકાર દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવશે. તો મોટાભાગના લોકો બેરોજગાર બન્યાં ત્યારે ખરેખર આ નિયમ લાગુ ન કરવો જોઈએ.

લોકો બેરોજગાર બનતાં બનાસકાંઠા જિલ્લામાં ગરીબીનું પ્રમાણ વધશે

આ અંગે બનાસકાંઠાના વાહન ચાલક સુરેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આજે શનિવારે પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. તેને લઈને બનાસકાંઠા જિલ્લાના વાહનચાલકોને મોટું નુકસાન થઈ શકે છે. એક તરફ કોરોના વાયરસની મહામારીમાં વાહનચાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે હાલમાં લોકો પાસે નવી ગાડી ખરીદવા માટે પૈસા પણ નથી અને જો આવા સમયે સરકાર આ નિયમ લાગુ કરશે તો આવનારા સમયમાં મોટાભાગના ગરીબ લોકો બેરોજગાર બનતાં બનાસકાંઠા જિલ્લામાં ગરીબીનું પ્રમાણ વધશે. ખરેખર આ નિયમ અંગે સરકારે વિચારવું જોઈએ.

કેન્દ્ર સરકારની આ યોજનાને લઈને બનાસકાંઠા જિલ્લા RTO ઓફિસરે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો

કેન્દ્ર સરકાર દ્વારા જે વ્હિકલ સ્કેપ પોલીસી યોજના બનાવવામાં આવી છે. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના RTO ઓફિસર ડી. એસ. પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે હજુ સુધી અમને કોઈ જ માહિતી મળી નથી અને આગે અમે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી. અમારા અધિકારીઓ દ્વારા અમને આ બાબતે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 15 વર્ષથી જૂના ખાનગી અને સરકારી વાહનો બે લાખ જેટલા છે અને આવનારા સમયમાં જો સરકાર દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવશે તો ચોક્કસથી સરકારના નિયમ પ્રમાણે કામ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details