ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ 2ના મોત, 3 ઘાયલ - લાખણી

ડીસાઃ લાખણીના આગથળા ગામ પાસે રાત્રીના સમયે ડીસા તરફથી આવી રહેલી ખાનગી ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લઇ બે લોકોને ઘાયલ કર્યા હતાં, ત્યારબાદ લાખણીના ભેમાજી ગોળિયા પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા ઘટના સ્થળે બે યાત્રિકોનું મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ડીસાના લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ 2ના મોત 3 ઘાયલ

By

Published : Sep 13, 2019, 11:51 AM IST

ડીસા તરફથી આવી રહેલી ખાનગી ગાડી નંબર GJ-02-BD-7347ના ડ્રાઇવરે પુરઝડપે હંકારતા ભાદરવી પૂનમ નિમિત્તે વાવ તાલુકાના ઢીમા ગામે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને આગથળા ગામ પાસે અડફેટે લઇ બે યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, ત્યારબાદ ત્યાંથી ગાડી લઇ નાશી છુટેલા ચાલકે ફરી લાખણીના ભેમાજી ગોળિયા પાસે પદયાત્રીઓના બીજા સમૂહના ત્રણ યાત્રીઓને અડફેટે લીધા હતાં. જેમાંથી બેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે ગાડી ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. હીટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. તેમજ ગાડીના ચાલક વિરૂધ્ધ ફીટકાર વરસાવી રહ્યા હતાં.

ડીસાના લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ 2ના મોત 3 ઘાયલ
મૃતકોના નામ(1) નરશીહભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ. 55) (રહે.ઓઢવા)(2) સૂખાજી ગેમરાજી ઠાકોર (ઉ.વ. 27) (રહે. ડોડીયા)ઘાયલોના નામ(1) નમાબેન નાગજીજી ઠાકોર (ઉ.વ.17)(રહે. દામા - રામપુરા )(2) બાબુભાઇ ચેહરાભાઈ હરિજન (ઉ.વ. 45) (રહે. ડોડાણા )(3) શ્રવણજી જોરાજી ઠાકોર (ઉ.વ. 28) (રહે. ગોઢા )

ABOUT THE AUTHOR

...view details