ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

કાંકરેજ:બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ વરધીલાલ મકવાણાએ અચાનક સ્વેચ્છાએ રાજીનામું આપતા જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં આગામી સમયે ભાજપ સત્તા સ્થાને આવી શકે તેવી શક્યતાઓ રાજકીય સૂત્રો માની રહ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Aug 1, 2019, 5:06 AM IST

બનાસકાંઠામાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ વરધીલાલ વેરસીજી મકવાણાએ અચાનક સ્વેચ્છાએ તેમના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વરધીલાલ મકવાણાએ પોતાના લેટર પેડ પર રાજીનામું લખી જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ આપી તેમની રાજીનામું સ્વીકારવા માટે રજૂઆત કરી હતી.

કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખે કોંગ્રેસથી કંટાળીને આપ્યું રાજીનામુ

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ હવે કોંગ્રેસ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આગામી સમયમાં કોંગ્રેસના બદલે ભાજપ કાંકરેજ તાલુકા પંચાયતમાં સત્તા પર આવે તેવું પણ રાજકીય સૂત્રો માની રહ્યા છે.

આ મામલે પ્રમુખ વરધીલાલ મકવાણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઉપર વાળા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે હેરાન કરતા હતા. એટલા માટે જ મે કોંગ્રેસથી કંટાળીને રાજીનામું આપ્યું છે. જ્યારે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે મામલે પૂછતા તેઓએ હજુ આ બાબતે કાઈ વિચાર્યું નથી તેમ જણાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details