બનાસકાંઠા : કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન છે, ત્યારે ડીસામાં જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી ભોજન વ્યવસ્થામાં હવે સાધુ સંતો પણ દાન આપવા આગળ આવ્યા છે.
ડીસાના રામપુર મઠના કારભારી મહંત શ્રી રૂપપુરીજી મહારાજ દ્વારા રૂપિયા 15 હજાર રોકડ અને પાંચ બોરી ઘઉંનું દાન કર્યું હતું. જ્યારે પી.એમ મોદીના રાહત ફંડમાં રૂ 25 હજાર, જ્યારે મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂ 21 હજાર કે.ડી.મહંત આદર્શ હાઈસ્કૂલના સ્ટાફ અને ટ્રસ્ટી નિર્મલપુરી દ્વારા આપવામાં આવ્યું હતું.
આમ હવે કોરોના સામે દેશ જ્યારે લડી રહ્યો છે ત્યારે આપણા સાધુ સંતો પણ સેવાકાર્યને બિરદાવવા સાથે મદદરૂપ થવા આગળ આવ્યા છે.રામપુરા મઠના સાધ્વી નિર્મપુલપુરી હાજર રહી જલારામ ટ્રસ્ટને ચેક અર્પણ કર્યો હતો. જ્યારે પીએમ અને સીએમ ના ફંડ માટે ડીસા નાયબ કલેક્ટરને ચેક અર્પણ કર્યો હતો.
જો કે, રામપુરા મઠના સાધ્વી નિર્મલપુરી એ જણાવ્યું હતું કે, જલારામ મંદિર દ્વારા ગરીબોને ભોજન આપવા માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. મશીન દ્વારા તૈયાર થતી રોટલી પીરસવામાં આવે છે. જો કે, તેમની સેવાને હું બિરદાવુ છું સાથે પીએમ અને સીએમની અપીલને સ્વીકારી અમે ફંડ પણ આપ્યું છે. દરેકે યથાશક્તિ સરકારને આવી સેવાભાવી સંસ્થાઓને મદદ કરવી જોઈએ. કોરોના સામે લડવા, ઘરની બહાર ન નીકળવા અને પોલીસ તેમજ તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.