આ ગામની શાળાના આચાર્યની બદલી રોકવા શાળાને કરાઈ તાળાબંધી
બનાસકાંઠાઃ શિક્ષકોના વિરોધમાં અથવા તો શિક્ષકને હાંકી કાઢવા માટે અનેકવાર આંદોલન થાય છે. પણ વાવ તાલુકાના ફાગડી ગામમાં શિક્ષકને રોકવા માટે આંદોલન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ફાગડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં આચાર્યની બદલી કરવામાં આવી છે. જેથી ગ્રામજનો તેમની બદલીને અટકાવવા માટે શાળાને તાળાબંધી કરી છે. સાથે જ જ્યાં સુધી બદલી રોકવામાં નહીં આવે ત્યાં સુધી શાળા બંધ રાખાવીની ચિમકી ઉચ્ચારી છે.
ફાગડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વશરાભાઈની બદલી કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનો તેમની બદલી અટકાવવા માટે શાળાને તાળાબંધી કરી રહ્યાં છે. કારણ કે, છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળા વશરામભાઈ આચાર્યની ફરજ બજાવે છે. જેમને માત્ર બાળકોના શિક્ષણમાં જ નહીં. પરંતુ તેમની કેળવણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જેથી ગ્રામજનો પણ તેમની માત્ર એક શિક્ષક જ નહી પણ ગામના સભ્ય તરીકે માન આપે છે. આમ, વર્ષો શાળા અને ગામ સાથે જોડાયેલાં વશરામભાઈની બદલી થતાં ગ્રામજનો તેમને રોકવા માટે શાળાને તાળા લગાવી રહ્યાં છે. તેમજ જ્યાં સુધી તેમની બદલી અટકાવવામાં નહીં ત્યાં સુધી શાળાને બંધ રાખાવની ચિમકી ઉચ્ચારી છે.