આજે ચૈત્રી પુનમ છે અને યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પુનમના મેળા બાદ ચૈત્રી પુનમનો પણ તેટલો જ મહત્વ છે. આજે આ ચૈત્રીપુનમને લઈ માં અંબાના ધામમાં દર્શને લાખો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યાં હતા. અંબાજીના માર્ગો પણ જયઅંબેના નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને ભાદરવી પુનમે જે રીતે ધજાઓનો પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તેમ જ આ પુનમે શ્રદ્ધાળુઓ પોતાની બાંધા પુરી કરવા હાથમાં ધજાને માથે માંડવી તથા ગરબી લઇ માં અંબાના દરબારમાં આવતા હોય છે.
અંબાજીમાં ચૈત્રી પુનમનો મેળો, માં જગદંબાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા
બનાસકાંઠા: ભારતદેશના 52 શક્તિપીઠોમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો પણ અનેરો મહીમા છે. જ્યાં ચૈત્રી પુનમના રોજ માં અંબાના દર્શનનો વિશેષ મહત્વ માનવામાં આવે છે. ચોટીલાના ચાંમુડા સ્વરૂપે હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય, ભાદરવી પુનમના મેળાની જેમ હવે ચૈત્રી પુનમના દિવસનું તેટલું જ મહત્વ વધી ગયું છે.
અંબાજી મંદિર
આમ તો પદયાત્રીઓ માતાજીના રથ સાથે નેજા એટલે કે ધજા લઇને આવે છે. પણ આ ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ખાસ કરીને માથે માંડવી, ગરબી લઇને પોતાની રાખેલી બાંધા આંખડી પુર્ણ કરવા અંબાજી પગપાળા આવતા હોય છે. જેને ફુલોના ગરબા પણ કહેવામાં આવે છે. આ ચૈત્રી પુનમને હવે લોકો બાધાની પુનમ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. જે લોકો માતાજીના મંદિરે ટેક રાખી પરત ફરતાં હોય છે. જ્યારે તેમની ટેક પુર્ણ થતાં આ ચૈત્રી પુનમે માથે ગરબો લઇ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચતાં હોય છે.
Last Updated : Apr 19, 2019, 11:16 PM IST