ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદથી ડીસા તાલુકાના 20 ગામમાં મોટું નુકસાન

ડીસા માં 12 કલાક થી સતત વરસી રહેલા ભારે વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે. ધાનેરા રોડ પરના 20 થી વધુ ગામડાઓમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા તથા ખેતરો બેટમાં ફેરવાઈ જતા લોકો ની સ્થિતિ દયનીય બની છે.heavy rains in disa taluka,Major damage in 20 villages of Disa taluka, disa heavy rains

By

Published : Sep 3, 2022, 12:18 PM IST

ભારે વરસાદથી ડીસા તાલુકાના 20 ગામમાં મોટું નુકસાન
ભારે વરસાદથી ડીસા તાલુકાના 20 ગામમાં મોટું નુકસાન

ડીસા- તાલુકામાં આજે ભારે વરસાદના પગલે પરિસ્થિતિ બેકાબુ બની હતી. (disa heavy rains) માત્ર છ કલાકમાં જ પાંચથી વધુ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. (ajor damage in 20 villages of Disa taluka,) મોટાભાગના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને ફરી એકવાર 2017માં આવેલા ભયાનક પૂરની તસવીરો યાદ આવી ગઈ હતી.

ભારે વરસાદથી ડીસા તાલુકાના 20 ગામમાં મોટું નુકસાન

આ પણ વાંચો-અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગામોમાં પુર ની સ્થિતિ- ડીસામાં માત્ર છ કલાકમાં જ પાંચથી વધુ ઈંચ વરસાદ ખાબકતા મેઘ તાંડવની પરિસ્થિતિ સર્જાઈ હતી. ડીસા- ધાનેરા રોડ પર ના 20 જેટલા ગામોમાં પુર ની સ્થિતિ છે. ડીસાના કંસારી શેરપુરા, લક્ષ્મીપુરા, પમરુ,યાવરપુરા સહિતના ગામોમાં અનેક જગ્યાએ ઘરોમાં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું હતુ. જ્યારે ખેતરો માં વાવેલ મગફળીનો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને મોટાભાગના ખેતરો બેટ સમાન બની ગયા હતા.વર્ષ 2017 માં પણ ભયંકર પૂરના કારણે આ તમામ ગામોમાં મોટા પાયે ધોવાણ થયું હતું અને મોટા પ્રમાણમાં પશુઓની જાનહાનિ થઈ હતી.જ્યારે આ વખતે પણ વરસાદથી પણ જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો-પાકિસ્તાનમાં પૂરને કારણે અબજો ડોલરનું થયું નુકસાન, કરોડો લોકો બન્યા બેઘર

લાખો રૂપિયાનું નુકસાન-ખેડૂત ઉત્તમપુરી એ જણાવ્યું હતું કે અમારા ઘરમાં બે થી ત્રણ ફૂટ પાણી ઘૂસી ગયું હતુ અને ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હતુ જ્યારે કંસારી ગામના દરગાજી પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમના ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતુ. ભારે વરસાદના કારણે ખેતરોમાં વાવેલ મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details