બનાસકાંઠા જિલ્લામાં 2015માં આવેલ ભારે પુરના કારણે ખેડૂતોને ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારબાદ 2017માં પણ પુર હોનારતના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતું. 2018માં નહિવત વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેલ પાકમાં સારું ઉત્પાદન ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. છેલ્લા 5 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના ખેડૂતો પોતાના ખેતરમાં ઉભેલા પાકમાં એક પછી એક નુકસાનનો માર સહન કરી રહ્યા છે.
મેઘરાજાની એન્ટ્રી થતા જ ખેડૂતોના પાકને ભારે પ્રમાણમાં નુકશાન
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે. મોટા ભાગના ખેડૂતો ખેતી આધારે પોતાનો જીવન પસાર કરે છે. ત્યારે હાલમાં ઉનાળુ બાજરી અને મગફળીનું ખેડૂતોએ મબલખ ઉત્પાદન કર્યું હતું. પરંતુ બાજરી અને મગફળી નીકળવાના સમયે જ વરસાદ આવી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળુ સીઝનમાં ખેડૂતોએ બાજરી અને મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કર્યું હતું અને 5 વર્ષમાં થયેલ નુકશાનનું આ ઉત્પાદનમાંથી ભરપાઈ થશે તેવી આશા કરી હતી. પરંતુ હાલ ઉનાળુ મગફળી અને બાજરી નીકળવાનો સમય છે.
ત્યારે જ મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેડુતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ચાલુ વર્ષે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પોતાના ખેતરમાં પડેલ મગફળી અને બાજરી પડી જતા ખેડૂતોના માથે આભ તૂટી ગયું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અત્યારે હાલ ડીસા શહેરના ખેડૂતો સરકાર પાસે વરસાદના કારણે થયેલ નુકસાન વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.