કેન્દ્રીય પ્રધાન અને બનાસકાંઠા જિલ્લા સાંસદ હરીભાઇ ચૌધરીએ પણ આજે પોતાના વતન જગાણા ખાતે સવારે 10 કલાકે પોતાનું મતદાન કર્યુ હતું. લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તાર પાટણ લોકસભામાં સમાવિષ્ટ કરાયેલો છે. જેથી હરીભાઇ ચૌધરીએ બનાસકાંઠામાં નહીં પણ પાટણ લોકસભાના ઉમેદવારને મતદાન કર્યું હતું.
બનાસકાંઠાના સાંસદ હરીભાઇ ચૌધરીએ કર્યું મતદાન
બનાસકાંઠા: ગુજરાતમાં આજે લોકસભા માટે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયુ છે. ત્યારે બનાસકાંઠા લોકસભાના ઉમેદવારે મતદાન કર્યુ છે.
બનાસકાંઠા જિલ્લા સાંસદ હરીભાઇ ચૌધરી એ મતદાન કર્યું
હરીભાઇ ચૌધરીએ મતદાન બાદ જણાવ્યું હતું કે મોટાભાગના વિસ્તારમાં પોતે પ્રવાસ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે મતદારનો એક મત દેશનું ભાવી બદલી શકે છે. લોકોને અચુક મત કરવા અપિલ કરી હતી.