ગુજરાત સરકાર એક તરફ મહિલાઓ સુરક્ષિત રહે તે માટે મોટા ખર્ચાઓ કરી રહી છે, પરંતુ આવા ખર્ચાઓ આજે ફોગટ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના અનેક બનાવો બહાર આવી રહ્યા છે. ત્યારે મહિલા અત્યાચારનો વધુ એક બનાવ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં બનવા પામ્યો છે. તો લક્ષ્મીપુરા ગામે રહેતી પીડિત મહીલાના લગ્ન 2વર્ષ અગાઉ તેના જ ગામમાં રહેતા હસમુખભાઈ ચૌધરી સાથે હિન્દૂ રીતરિવાજ પ્રમાણે થાય હતા ત્યાર બાદ સમય જતાં પતિ અને તેમના સાસરી પક્ષ દ્વારા પીડિત પાસે દહેજની માંગણી શરૂ કરી હતી.
બનાસકાંઠામાં પતિ દ્વારા મહિલાને ચાર દિવસ સુધી સતત માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાવી
બનાસકાંઠાઃ ગુજરાત સરકાર એક તરફ મહિલા સંરક્ષણની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે પણ મહિલાઓ પતિના ત્રાસ ભોગવી રહી છે. ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે છેલ્લા 4 દિવસથી મહિલાને પતિ દ્વારા માર મારવામાં આવતા મહિલાએ પીલીસ ફરિયાદ નોંધાવી છે.
અવાર નવાર દહેજ મામલે ઉઘરાણી કરી માર મારવામાં આવતો હતો. પીડિતના સાસરી પક્ષ દ્વારા તેને કરંટ આપી અને મારમારી તેના પિયરે બેભાન અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટના ની જાણ પીડિતમહીલાએ તેના પરિવાર જાનોને કરી હતી જેથી તાત્કાલિક પીડિત સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને જ્યાં પીડિતની હાલત વધુ બગડતા તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બાબતે પીડિતના પરિવારજનો એ તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.