ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં ફરી ઉંચકાયો ગરમીનો પારો - rohit thakor

બનાસકાંઠાઃ બનાસકાંઠા છેલ્લા 15 દિવસ થી ફરી ગરમીનો પારો ઉચકાયો છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

બનાસકાંઠા

By

Published : Jun 9, 2019, 3:26 PM IST

દર વર્ષની જેમ આ વર્ષ પણ જૂન મહિનાની શરૂઆત સાથે જ ગરમી તેનો અસલ મિજાજ બતાવી રહી છે. છેલ્લાં 15 દિવસ ઉત્તર પશ્ચિમી પવાનોના કારણે તાપમાનનો પારો ઉચકાયો છે તો બનાસકાંઠા જીલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 45 ડીગ્રીએ જઇ પહોંચો હતો. તાપમાનનો પારામાં વધારો થતા સવારના 10ઃ00 વાગ્યા થી સાંજના 6ઃ00 વાગ્યા સુધી નગરજનો ગરમ લૂનો એહસાસ કરી રહ્યા છે.તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે .આ સાથે જ આગામી સમયમાં લોકોએ હજુ પણ વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બનાસકાંઠામાં ફરી ઉચકાયો ગરમીનો પારો.

ABOUT THE AUTHOR

...view details