ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ

ડીસા શહેરમાં શુક્રવારના રોજ નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ છે. એક વર્ષ અગાઉ લેવામાં આવેલા ઘીના નમૂના FSLમાં ફેલ થતા શુક્રવારે આ બનાવતી ફેક્ટરીને પોલીસે સીલ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ
બનાસકાંઠાના ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ

By

Published : Oct 30, 2020, 8:27 PM IST

Updated : Oct 30, 2020, 9:42 PM IST

  • ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ
  • વીર માર્કેટિંગ નામની ઘી બનાવતી ફેક્ટરી સીલ
  • એક વર્ષ અગાઉ લેવામાં આવેલા ઘીના નમૂના FSLમાં ફેલ થતા કાર્યવાહી કરાઈ

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા શહેરમાં શુક્રવારે નકલી ઘી બનાવતી ફેક્ટરીને સીલ કરવામાં આવી હતી. એક વર્ષ અગાઉ ફૂડ વિભાગની ટીમે ડીસાની વીર માર્કેટિંગ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. તે સમયે આ ફેક્ટરીમાંથી શિવમ બ્રાન્ડ નામના ઘી ના નમુના લઈ FSLમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના સેમ્પલ ફેલ થતાં આજે એક વર્ષ બાદ પોલીસ અને ફૂડ વિભાગે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે અને ફેક્ટરીના માલિક વિકી રાજુ મોદી સામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા તેમજ વિશ્વાસઘાત કરી નકલી ઘી વેંચતા ફરિયાદ નોંધાઈ છે. ડીસા દક્ષિણ પોલીસ દ્વારા શુક્રવારે આ ઘી બનાવતી ફેકટરીમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે ફેક્ટરીમાં પંચનામુ કરી આ ફેક્ટરીને સીલ કરી દીધી છે.

બનાસકાંઠાના ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ

એક વર્ષ અગાઉ ફૂડ વિભાગે આ ઘીના નમૂના લઈ FSLમાં મોકલ્યા હતા

એક વર્ષ અગાઉ ફૂડ વિભાગે આ ઘી ના નમુના લઈ FSLમાં મોકલ્યા હતા અને એક વર્ષ બાદ હવે નકલી ઘી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ સુધી આ વેપારીએ કેટલાંક લોકોને નકલી ઘી ખવડાવી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હશે, ત્યારે એક વર્ષ સુધી ક્યાં- ક્યાં ઘી વેચ્યું, કેટલા રૂપિયાનું ઘી વેચ્યું તે મામલે પણ તપાસ થવી જોઈએ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા વેપારીઓ સામે કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.

બનાસકાંઠાના ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ

વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો

આગામી સમયમાં દિવાળી પર્વ આવી રહ્યો છે. જેમાં લોકો સૌથી વધારે ખરીદી ઘી અને તેલની કરે છે. આવા સમયનો લાભ લઈ ડીસા શહેરના વેપારીઓ વધુ પૈસા કમાવાની લાલચમાં ઘી અને તેલનું ડુપ્લીકેટ વેચાણ કરે છે. ત્યારે હાલ આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા ફૂડ વિભાગને તપાસ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલમાં બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ઘી અને તેલનું ડુપ્લીકેટ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બનાસકાંઠાના ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ
Last Updated : Oct 30, 2020, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details