ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં દીવાળીના તહેવારોમાં પણ ફૂલોમાં મંદી

બનાસકાંઠાઃ જિલ્લામાં મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓને ફૂલોના ધંધા રોજગારને પણ મંદીનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે તહેવારોની સિઝનમાં પણ ફૂલોના માર્કેટમાં મંદીનો માહોલ નજરે પડી રહ્યો છે.

બનાસકાંઠામાં દીવાળીના તહેવારોમાં ફૂલોમાં મંદી

By

Published : Oct 27, 2019, 4:56 PM IST

તહેવારોના રાજા ગણાતા દિવાળીમાં તમામ ધંધા રોજગારમાં તેજી જોવા મળી રહી છે. બજારમાં ફૂલોના ધંધામાં મંદી હોવાના કારણે ફૂલોની ખેતી કરતા ખેડૂતો પણ મુશ્કેલી વેઠી રહ્યાં છે. ગત વર્ષે જે ફૂલો 80થી 100 રૂપિયામાં વેંચતા હતાં.

બનાસકાંઠામાં દીવાળીના તહેવારોમાં ફૂલોમાં મંદી

વેપારીઓ પણ લેવા માટે અગાઉથી ઓર્ડર આપતા હતાં. તેમાં આ વર્ષે ભાવો ઘટ્યા છે. ફૂલો લેવા માટે પણ કોઈ આવતું નથી.જેથી ફૂલોની ખેતી કરતા ખેડૂતો જે તહેવારોમાં સારા વેપારની આશા રાખી બેઠા હતાં. તેને પણ આ વર્ષે ભારે વરસાદના પગલે જિલ્લામાં 30થી 40 ટકા જેટલી ફૂલોની ખેતીને નુકસાન થયું છે. જો કે ફૂલોનું ઉત્પાદન ઘટતા ખેડૂતોને ભાવ સારા મળે છે. પરંતુ, સામે ઉત્પાદન ઘટતા ખેડૂતોને પણ ફાયદો થયો નથી.

ABOUT THE AUTHOR

...view details