બનાસકાંઠા : ડીસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બની છે. આગની ઘટનાઓને લઈ બદનામ થયેલા ડીસા એ.પી.એમ.સી માં નજીકના જ ભૂતકાળમાં આગની અસંખ્ય આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે આ ઘટનાઓમાં મોટાભાગની ઘટનાઓને પગલે વિવાદ સર્જાયા છે.
ડીસાના અનાજ માર્કેટયાર્ડમાં લાગી આગ, લાખો રૂપિયાનું નુકસાન
ડીસા શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બની છે. આ વખતે બારદાનના ગોડાઉનમાં આગ લાગવાથી અંદાજિત દશેક લાખનું નુકશાન થયું હોવાનું ગોડાઉનના માલિક દ્વારા જાણવા મળ્યું છે.
આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલી મહેન્દ્ર બારોટની બારદાનની ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા ગોડાઉન માલિકે તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી અને ફાયર ફાયટરે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ પર કાબૂ મેળવાઇ તે પહેલા જ દશેક લાખનું નુકશાન થયું હોવાનું ગોડાઉનના માલિક જણાવી રહ્યા છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એકવાર ફરી આગની ઘટના બનતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સંપર્ક કર્યો હતો, ત્યારે તેેઓએ જણાવ્યું હતું કે આ આગ લાગતા ખેતીવાડી બજાર સમિતિનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં મેળવવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટિમ પહોંચી આગને 3 કલાકની ભારે જહેમત બાદ કાબુમાં મેળવી હતી.