બનાસકાંઠાઃ ખેતી આધારિત બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકોનું ગુજરાત ખેતી દ્વારા જ ચાલે છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂત એક પછી એક નુકસાન વેઠતો આવી રહ્યો છે. ત્યારે દર વર્ષે સરકાર દ્વારા ખેડૂતોને રાહત રીતે સહાય ચુકવવામાં આવે છે. ખેડૂતને પણ ખેતીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાકમાં આવતી નુકસાનીને કારણે વધુ દેના બેન્કમાં પાક ધિરાણ લેવાનું શરૂ કર્યું છે.
પાક ધિરાણના કારણે ખેડૂતોને દર વર્ષે ખેતીમાં થતા નુકસાન સામે આર્થિક રાહત મળે છે. ત્યારે ધાનેરામાં પાક ધિરાણના પૈસા ભરવા આવેલા ખેડૂતના થેલાને ચિરો મારી થેલાની ઉઠાંતરી કરીને ચોરીની કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરાના વિસ્તારમાં રહેતા શૈલેષ જોશી પાક ધિરાણના પૈસા ભરવા માટે દેના બેન્કમાં આવ્યા હતા.
શૈલેષ પોતાની પાસે દોઢ લાખ રૂપિયા કાળા કલરની થેલીમાં લઈને પાક ધિરાણ ભરવા દેના બેન્કમાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન અજાણ્યા ગઠિયો તેમના થયેલાને ચિરો મારી તેમાંથી 50 હજાર રૂપિયાની તફડંચી કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે શૈલેષ જોષી નાણા ભરવા માટે કેશ કાઉન્ટર પર ગયા ત્યારે ઘટનાની જાણ થતાં જ તેઓ હતપ્રત બની ગયા હતા. શૈલેષે તાત્કાલિક દેના બેન્કના મેનેજર અને ધાનેરા પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ કરતા થેલાને ચિરો મારી પૈસાની ઉઠાંતરી કરતો ઈસમ બેન્કના CCTVમાં કેદ થઈ ગયો હતો. જેથી પોલીસે અજાણ્યા ફરાર ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં બનેલી ચોરીની અન્ય ઘટનાઓ
ડીસાના અમન પાર્ક સોસાયટીમાં 15 લાખની ચોરી કરી ચોરો પલાયન
28 ઓગસ્ટ - બનાસકાંઠા: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ તરફ સમગ્ર ભારતભરમાં પણ કોરોના વાઇરસની મહામારીને લઈ હાલમાં કેટલાય પરિવારો માંડ માંડ પોતાના ધંધા-રોજગાર કરી રહ્યા છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસને લઈને તમામ ધંધા રોજગારો થઈ ગયા છે. ત્યારે આવા સમયે જિલ્લાના અનેક તાલુકાઓમાં ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ એક પછી એક ચોરીની મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. દિવસેને દિવસે વધતી જતી ચોરીની ઘટનાઓને જોતા સ્પષ્ટ પણે કહી શકાય કે, ચોરોને કોઈ જ પ્રકારનો પોલીસનો ડર ન રહ્યો હોય તેમ રાત્રિના સમયે લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
ડીસા શહેરમાં બંધ મકાનમાંથી 3.5 લાખની મત્તાની ચોરી
4 ઓગસ્ટ - ડીસા શહેરમાં હાઈવે પર આવેલી આકાશ વિલા સોસાયટીમાં મંગળવારે અજાણ્યા તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવામાં આવી હતી. જેમાં મકાનમાં રહેલા સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની મતાની ચોરી થઈ હતી.