- દાંતા સરકારી ગોડાઉનમાં મગફળી ખરીદી અંગે ફેલાઈ અફવા
- મગફળી ખરીદી બંધ થવાની ફેલાઈ ગઈ અફવા
- ખેડૂતોએ પોતાની મગફળી લઇ ગોડાઉન તરફ દોટ મૂકી
બનાસકાંઠાઃ દાંતા તાલુકામથકે એક સપ્તાહથી સરકારી માલ ગોડાઉનમાં નિયત કરેલા ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદાઈ રહી છે. જેની રોજિંદી આવક કરતાં આજે શનિવારે એકાએક ખેડૂતોનો ધસારો ગોડાઉન તરફ જોવા મળ્યો હતો. સરકારી ગોડાઉનમાં એક જ દિવસમાં 1500 બોરી ઉપરાંતની આવક થઇ છે. જો કે, દાંતા તાલુકામાં 693 જેટલા ખેડૂતોના રજિસ્ટ્રેશન થયાં હતાં. જેમાં 150 ખેડૂતો મગફળી આપી ચૂક્યાં છે અને બાકીના ખેડૂતોને પણ મેસેજ કરી દેવાયા હતા, પરંતુ નેટવર્કના પ્રશ્ને મેસેજ ન પહોંચતા તાલુકાને ખેડૂતોમાં હવે મગફળીની ખરીદી બંધ થવાની છે તેવી અફવા એ જોર પક્ડયું હતું. આ સમગ્ર બાબતને ગોડાઉન મેનેજરે માત્ર અફવા જ ગણાવી છે. તેમણે મગફળીની ખરીદી સરકારે નિયત કરેલા 90 દિવસ સુધી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
- માલ ગોડાઉનનો સ્ટાફ અને કાંટા વધારવા માગણી