ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી સરકારની ખેડુતલક્ષી યોજનાથી ખેડુતો ખુશખુશાલ, ETV Gujarat સાથે ખાસ વાતચીત - modi government

બનાસકાંઠાઃ મોદી સરકારે શપથ લીધા બાદ સૌપ્રથમ બોલાવેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડુતોને પેન્શન યોજના પણ શરૂ કરી છે. મોદી સરકારના આ નિર્ણયથી  બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મોદી સરકારની ખેડુતલક્ષી યોજનાથી બનાસકાંઠાનાં ખેડુતો ખુશખુશાલ

By

Published : Jun 1, 2019, 5:46 PM IST

મોદી સરકારના શપથગ્રહણ પછી કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે. અગાઉ સરકાર દ્વારા બે હજારથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ ની સહાય આપવામાં આવતી હતી તે સહાય હવે દરેક ખેડૂતોને આપવાનો નિર્ણય લેવાયો છે.

મોદી સરકારની ખેડુતલક્ષી યોજનાથી બનાસકાંઠાનાં ખેડુતો ખુશખુશાલ

આ સિવાય ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ શરૂઆત કરાઈ છે. જેમાં 18 થી 40 વર્ષ સુધીના ખેડૂતોને પેન્શન યોજનામાં વાર્ષિક 55 રૂપિયાનું પ્રીમિયમ ભરનાર ખેડૂતોને 60 વર્ષ બાદ રૂપિયા 3000 નું પેન્શન દર મહિને મળશે. સરકારના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે . ધરતીપૂત્રોએ સરકારના આ નિર્ણયને ખેડૂતો વધાવી રહ્યા છે બનાસકાંઠાના ખેડુતોએ જણાવ્યુ હતુ કે, મોદી સરકાર યુવા ખેડૂતોને ખેતીલક્ષી પ્રોત્સાહન પૂરું પાડે તો ભારત દેશમાં હજુ પણ વધુ ખેતી થઇ શકે તેમ છે. તેમજ તેમણે ખાતરના ભાવમાં પણ થોડો ઘટાડો કરવાની માગ કરી હતી જેથી ખેતીમાં વધુ આવક મેળવી શકે તેમ છે...


ABOUT THE AUTHOR

...view details