બનાસકાંઠાઃ જિલ્લો બટાકાના ઉત્પાદનમાં અગ્રેસર છે. આ વર્ષે જિલ્લામાં 62,000 હેકટર જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ડીસા માર્કેટયાર્ડ તથા ખેડુતો દ્વારા રોજની અંદાજે 250 ગાડીઓમાં 3000 થી 3500 ટન બટાકાની લોકલ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજયમાં નિકાસ થાય છે.
બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડ ચાલુ થતાં 1.17 લાખ ક્વિન્ટલ ખેત ઉત્પાદનોની આવક થઇ બનાસકાંઠા જિલ્લામાં તરબૂચનું વાવતેર 1818 હેક્ટર જમીનમાં અને ટેટીનું 3046 હેકટરમાં કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા રોજના અંદાજીત 16 થી 18 ગાડીમાં આશરે 200 ટન તરબૂચ અને ટેટીની રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે રાજયોમાં નિકાસ થાય છે.
બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના માર્કેટયાર્ડ ચાલુ થતાં બે દિવસમાં વિવિધ ખેત ઉત્પાદનોની 1,17,465 ક્વિન્ટલ આવક થઇ છે. જેમાં અનાજ- 12,244 ક્વિન્ટલ, કઠોળ- 395 ક્વિન્ટલ, તેલીબીયા 96,541 ક્વિન્ટલ તથા અન્ય 8,284 ક્વિન્ટલ ખેત ઉત્પાદનનો સમાવેશ થાય છે.
માર્કેટયાર્ડમાં સૌથી વધુ આવકની વિગત આ પ્રમાણે છે
અનાજમાં થરા માર્કેટયાર્ડ-5,676 ક્વિન્ટલ, કઠોળમાં પાલનપુર 179 ક્વિન્ટલ, તેલીબીયાંમાં ડીસા-19,587 ક્વિન્ટલ અને અન્ય આવકમાં થરા 3234 ૩૨૩૪ ક્વિન્ટલનો સમાવેશ થાય છે. માર્કેટયાર્ડોમાં પ૪૪ શ્રમિકોને રોજગારી મળે છે.