બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદીમાં નીર બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદનું પ્રમાણ ઘટતા તેની સીધી અસર ખેડૂતો પર જોવા મળી રહી હતી. ખાસ કરીને જે વરસાદનું પ્રમાણ ઘટ્યું હતું તેના કારણે પાણીની તંગી ઊભી થઈ હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ છલોછલ પાણીથી ભરાઈ જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય સહિત ખેડૂતોએ નદીને વધાવી લીધી હતી.
ખેડૂતો અને ધારાસભ્યએ કર્યા નદીનાં વધામણાં દાંતીવાડા ડેમ છલોછલ: ચાલુ વર્ષે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સન્માન સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઈ છે. હાલમાં દાંતીવાડા ડેમની ભયજનક સપાટી જે 604 છે તેની સામે હાલમાં દાંતીવાડા ડેમમાં 599.70 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. હાલમાં નદી મારફતે દાંતીવાડા ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે દાંતીવાડા ડેમમાંથી એક ગેટ ખોલી 2000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે.
લોકોએ નદીના કર્યા વધામણાં:બનાસ નદીનું પાણી ડીસા તાલુકામાં પ્રવેશતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. બનાસ નદીમાં બે કાંઠે નદી આવતા મોટી સંખ્યામાં ખેડૂતો બનાસ નદી પર પહોંચ્યા હતા અને ખેડૂતો માટે આવનારો સમય સુખદાયી નીવડે તે માટે બનાસ નદીના નીરને ખેડૂતોએ વધાવી લીધા હતા. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા પણ બનાસ નદીની પૂજા અર્ચના કરી ખેડૂતો માટે આ નદી આશીર્વાદરૂપ સાબિત થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
'આ વર્ષે બનાસ નદીમાં પાણી આવ્યું છે તેથી અમે ખૂબ ખુશ છીએ. આમ તો દિવસેને દિવસે પાણીના ત્રણ નીચે જઈ રહ્યા છે પરંતુ આ વર્ષે સારો વરસાદ થયો અને દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અમને હવે આશા બંધાણી છે કે હવે બનાસકાંઠામાં દિવસે જે પાણીના તળ નીચે જઈ રહ્યા હતા તે હવે ઉપર આવશે અને અમે ખેતી અને પશુપાલન સારી રીતે કરી શકીશું.' -સ્થાનિક ખેડૂત
ખેડૂતોને મુશ્કેલી: પાણીની તંગી સર્જાતા ખેડૂતોને ભારે સમસ્યા સર્જાતી હતી. દિવસે ને દિવસે ડીસા તાલુકા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણીના તળ પણ 1000 ફૂટથી વધુ ઊંડા જતા જેના કારણે ખેડૂતોએ ખેતી કરવાનું પણ છોડી મૂક્યું હતું. બીજી તરફ બનાસ નદી પણ છેલ્લા ઘણા વર્ષોથી કોરી ધાકોર પડી હોવાના કારણે આજુબાજુના અનેક ગામોમાં પાણી વગર લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા પરંતુ આ વર્ષે કુદરત જાણે બનાસવાસીઓ પર લહેર વરસાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
- Gujarat Weather: આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, અત્યાર સુધી સિઝનનો 83% વરસાદ વરસ્યો
- India Weather Update: દેશના 12 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડી પર સર્જાયું ચક્રવાત