બનાસકાંઠામાં લાખણી તાલુકાના અછવાડીયા ગામના રહેવાસી ઉકાજી રાજપૂતની પુત્રવધુ પોતાના પિયર જેતડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાઇક પર જઇ રહી હતી. ત્યારે અછવાડિયાથી કુવાણા ગામના કાચા રસ્તેથી પસાર થતા તેમની જાણ બહાર થેલીમાંથી અંદાજે 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્સ પડી ગયા હતા. જે દાગીના ગામના જ રાણાજી રાજપૂતને મળી આવ્યા હતા. જો કે, આ દાગીના ઘરે લાવી ચકાસતા 15 તોલાના દાગીના સોનાના હતા તેની ખબર પડી હતી.
બનાસકાંઠામાં ખેડૂતે પુરુ પાડ્યુ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ, 5 લાખના દાગીના મૂળ માલિકને પરત આપ્યા - Gujarati news
બનાસકાંઠાઃ આધુનિક યુગમાં શોર્ટકટ રસ્તાઓ શોધી ચોરી લૂંટફાટ કરી કેટલાક લોકો પૈસા કમાવવાનો રસ્તો અપનાવે છે, પરંતુ બનાસકાંઠાના કુવાળા ગામમાં એક ખેડૂતને 5 લાખના દાગીના મળ્યા હતા. તેને મૂળ માલિકને પરત આપી કળયુગમાં પણ પ્રામાણિકતાની પ્રતીતિ કરાવી છે.
પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
ત્યારબાદ બાદમાં રાણાજીએ દાગીના કોના છે તે જાણવા રાહ જોવાનું વિચારી ઘરમાં જ રાખ્યા હતા. તે દરમિયાન તેઓએ વોટ્સએપ મેસેજમાં "અમારા સોનાના દાગીના ખોવાયેલ છે" નો મેસેજ ફરતો હોવાની જાણ થતાં જ તેઓએ મૂળ માલિકનો પત્તો મેળવી તેની ખરાઈ કરી હતી. જેમને પોતાના ઘરે બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી ઉકાજી રાજપૂતને 15 તોલા સોનાના દાગીના પરત કર્યા હતા. આ કાર્ય કરી તેમણે કળીયુગમાં પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું છે.