ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત બન્યો ચિંતાતૂર

બનાસકાંઠા: જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતોએ ભગવાન ભરોસે વાવણી તો કરી હતી, પરંતુ વાવેતર બાદ દસ દિવસ સુધી વરસાદ નહીં થતા ખેડૂતોને હાલ પોતાના પાકમાં ભારે નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત બન્યો ચિંતિત

By

Published : Jul 9, 2019, 11:45 AM IST

સામાન્ય રીતે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આ સમયે ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને દિવેલા ઘાસચારા સહિત કઠોળ પાકોનું વાવેતર મુખ્યત્વે કરે છે. આ વખતે પણ શરૂઆતમાં બારે મેઘ ખાંગા થતા ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ મગફળીનું વાવેતર કરી દીધું છે. પરંતુ, ત્યારબાદ હવે તૈયાર કર્યા પછી 10 દિવસ સુધી વરસાદ ન થતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે. વાવેતર કર્યા પછી અઠવાડિયા દસ દિવસ સુધી છોડને ફૂલ આવે તે સ્થિતિમાં જો વરસાદ ન થાય તો ચોક્કસ પાકને મોટું નુકસાન થઈ શકે છે.

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત બન્યો ચિંતિત

જેમાં હાલ બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતથી સારો વરસાદ થતાં ખેડૂતોએ મોટાભાગે મગફળીનું વાવેતર કરી દીધું છે. હવે વરસાદ જેવું વાતાવરણ બને છે. પરંતુ, મેઘરાજા મહેરબાન થતાં નથી જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી જેથી ખેડૂતોનો દેવાના ડુંગર તળે દબાઇ ગયા હતા. આ વર્ષે ફરીથી વાવેતર કર્યા બાદ મેઘરાજાએ મોં ફેરવી લેતા જગતનો તાત ભગવાન ભરોસે બેઠો છે.

ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સવા લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ વાવેતર થયું હતું અને આ વર્ષે પણ સારા વરસાદની આગાહી ખેડૂતોએ મોટાભાગે વાવેતર કરી દીધું છે. તેવામાં હવે વરસાદ થશે તો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તે ખેતીવાડી અધિકારીએ પણ ખેડૂતોને પાકને બચાવવા માટે શું કરવું જોઈએ તે માટેની સલાહ આપી હતી..

ABOUT THE AUTHOR

...view details