ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ટોળાએ કર્યો પરિવાર પર જીવલેણ હુમલો, ટોળા વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ - તોડફોડ

ડીસામાં રવિવાર મોડી રાત્રે એક પરિવાર પર 30થી વધુ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. અસામાજીક તત્વો સાથે થયેલી બોલાચાલીને કારણે ગામના એક સમાજના 30થી વધુ લોકોએ રાત્રીના સમયે હુમલો કર્યો હતો, જેમાં એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી, પરંતું ટોળાએ વાહન અને ઘરમાં તોડફોટ કરી હતી. આ અંગે પીડિત પરિવારે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ
પોલીસ ફરિયાદ

By

Published : Jul 6, 2020, 6:09 PM IST

બનાસકાંઠાઃ ડીસામાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સમાધાનના કરવાને બહાને આવેલા 30થી વધુ લોકોના ટોળાએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે ટોળાએ હથિયારો વડે ગાડી, બાઈક અને ઘરમાં તોડફોડ કરી હતી.

ડીસામાં ટોળાએ કર્યો પરિવાર જીવલેણ હુમલો

સમગ્ર ઘટનાક્રમ

  • સ્પોર્ટ્સ ક્લબ પાસે કેટલાક અસામાજિક તત્ત્વોએ ભવાનજીના સાળાના પુત્ર પ્રકાશ ઠાકોરને હેરાન કરતા બોલાચાલી થઇ
  • સમાધાન કરવાના બહાને હેરાન કરનારા લોકોનું ટોળું ભવાનજી ઠાકોરના ઘરે આવ્યું
  • સમાધાનના બહાને આવેલા 30થી વધુ લોકોના ટોળાએ તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો
  • ટોળાએ હથિયારો વડે ગાડી, બાઈક અને ઘરમાં તોડફોડ કરી
  • ભવાનજી ઠાકોરના પત્ની મધુબેનને સામાન્ય ઈજાઓ થઈ
  • સવારે ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલા અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

ડીસામાં રવિવાર મોડી રાત્રે એક પરિવાર પર 30થી વધુના લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રહેતા ભવાનજીના સાળા પુત્ર પ્રકાશ ઠાકોર ઝેરડાથી આવી રહ્યો હતો, આ દરમિયાન સ્પોર્ટ્સ ક્લબ પાસે કેટલાક અસામાજિક તત્ત્વોએ તેને હેરાન કરતા બોલાચાલી થઇ હતી. જે બાદમાં સમાધાન કરવાના બહાને હેરાન કરનારા લોકોનું ટોળું ભવાનજી ઠાકોરના ઘરે આવ્યું હતું. જો કે, સમાધાનના બહાને આવેલા 30થી વધુ લોકોના ટોળાએ તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ભવાનજી ઠાકોરના ઘરમાં તેમજ બાઈક, ગાડી અને એક્ટિવાની તોડફોડ કરતાં ભયનો માહોલ સર્જાઈ હતો.

ટોળા વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

આ સમયે સમય સૂચકતા વાપરી ભવાનજી ઠાકોરના પરિવારના લોકો ત્યાંથી નાસી જતા જીવ બચી ગયો હતો. જ્યારે આ હુમલામાં ભવાનજી ઠાકોરના પત્ની મધુબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ બનાવના પગલે સવારે ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલા અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details