ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં નકલી વ્યંઢળ ઝડપાતાં અસલી વ્યંઢળોનો રોષ ભભૂકી ઉઠ્યો, કર્યું આવું કામ - Deesa Vyndhal Association

ડીસામાં આજે સમગ્ર ગુજરાતમાંથી વ્યંઢળો એકત્રિત થયાં હતાં અને શહેરમાં નકલી વ્યંઢળ બનીને લોકો પાસેથી નાણાં ઉઘરાવી રહેલા એક શખ્સને ઝડપી પાડીને તેનું મુંડન કરાવ્યું હતું. વ્યંઢળ એસોસિએશને લોકોને આવા નકલી વ્યંઢળોને દાન ન આપવા અપીલ કરી હતી.

ડીસામાં નકલી વ્યંઢળ ઝડપાતાં અસલી વ્યંઢળોનો રોષ ભભૂકી ઉઠ્યો, કર્યું આવું કામ
ડીસામાં નકલી વ્યંઢળ ઝડપાતાં અસલી વ્યંઢળોનો રોષ ભભૂકી ઉઠ્યો, કર્યું આવું કામ

By

Published : Mar 22, 2021, 7:56 PM IST

  • ડીસામાં ઝડપાયો નકલી વ્યંઢળ
  • વ્યંઢળ એસોસિએશને કરી સામાજિક સજા
  • નકલી વ્યંઢળનું માથું મુંડી નાંખ્યું

બનાસકાંઠાઃ કોઈ તહેવાર હોય કે શુભ પ્રસંગ હોય ત્યારે વ્યંઢળો તેમનું દાપું મેળવવા માટે આવતાં હોય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ વ્યંઢળો લોકો પાસે દાન લેતાં હોય છે. ગુજરાતમાં તેમનું એક એસોસિયન પણ બનેલું છે અને તેમના સમાજ પ્રમાણે આ એસોસિએશનમાં સમાવેશ થયેલાં હોય તેવા વ્યંઢળોને માન્ય વ્યંઢળોનો દરજ્જો આપવામાં આવેલો છે. આવા વ્યંઢળો જ દરેક શહેર અને ગ્રામીણ વિસ્તારમાં યોજાતા શુભ પ્રસંગે પોતાના વર્ષોથી ચાલી આવતા દરજ્જા પ્રમાણમાં નાણાં લઇ શકે છે. સમગ્ર દેશમાં દિવસેને દિવસે વ્યંઢળોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને હાલમાં મોટાભાગે લોકો વારંવાર વ્યંઢળોની નાણાંની ઉઘરાણીથી પરેશાન થઈ રહ્યાં છે.

ડીસામાં લોકોને હેરાન કરતો નકલી વ્યંઢળ ઝડપાયો

આ પણ વાંચોઃ ખેડાના સેવાલિયાથી બે નકલી વ્યંઢળ ઝડપાયા, વીડિયો વાઇરલ

નકલી વ્યઢળોને શુભ પ્રસંગે પ્રવેશ ન આપવા ગુજરાત વ્યંઢળ એસોસિએશનની અપીલ

સમગ્ર ગુજરાતમાં ઘણાં સમયથી સતત વ્યંઢળોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને આવા વ્યઢળની માગણીઓ વધતી જઇ રહી છે. ઘણીવાર તો આવા વ્યંઢળ ગેરવાજબી માગણીઓ કરતાં હોવાના લીધે અન્ય વ્યંઢળોને પણ મુશ્કેલી પડતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી એક બાદ એક નકલી વ્યંઢળો ઝડપાઈ ગયાં છે. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતેથી નકલી વ્યંઢળ ઝડપાયો હતો, જેના કારણે ત્યાંના સ્થાનિક વ્યંઢળોએ તેને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. આવા બનાવો આગામી સમયમાં ન બને તે માટે ગુજરાતમાં અસલી વ્યંઢળોનું એસોસિએશન પણ ચાલે છે અને લોકોને અપીલ કરી રહ્યાં છે કે આવા કોઈપણ લોકો તેમના પ્રસંગમાં નાણાંની ઉઘરાણી કરવા આવે ત્યારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં, જેનાથી સાચા વ્યંઢળોને ન્યાય મળે.

આ પણ વાંચોઃ સુરતના કિન્નર સમાજે ધૈર્યરાજસિંહની બિમારીના ઈલાજ માટે રૂપિયા 65000 હજારનુંં દાન કર્યુ

લોકોને હેરાન કરતો નકલી વ્યંઢળ ઝડપાયો

ડીસામાં પણ એક શખ્સ નકલી વ્યંઢળ બની નાણાં ઉઘરાવી તેમજ લોકોને હેરાન કરી લૂંટ ચલાવતો હોવાની જાણ ડીસાના સાચા વ્યંઢળોને થઈ હતી. આજે તેને ઝડપી લઇને નકલી વ્યંઢળનું મુંડન કર્યું હતું. ડીસા શહેરમાં આ શખ્સ વ્યંઢળોના સ્વાંગમાં લોકો પાસેથી નાણાં ખંખેરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. આગામી સમયમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હોળી અને ધૂળેટીના તહેવાર પર વ્યંઢળો લોકોના ઘરેઘરે પહોંચીને તેમનો હક માગવા આવશે. પરંતુ જે રીતે વ્યંઢળોની સંખ્યા વધી રહી છે અને તેમની માગણીઓ પણ ગેરવાજબી બનતી જઈ રહી છે તેને લઈ લોકો પરેશાન છે. ત્યારે આવા બનાવોને પગલે જે લોકો પ્રેમથી વ્યંઢળોને તેમનો હક આપતા હોય છે તે પણ હવે તેમનો હક આપતા અચકાઇ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details