ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 24 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ - ભાભર માર્કેટયાર્ડની ચૂંટણી

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તાર ભાભર માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણીઓનું મતદાન બુધવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયું હતું જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો મતદાન આપવા માટે આવી પહોંચ્યા હતા. આ મતદાન 5 વાગ્યા સુધી ચાલશે અને ગુરૂવારે તેની મતગણતરી હાથ ધરાશે.

બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડ
બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડ

By

Published : Dec 2, 2020, 7:56 PM IST

  • ભાભર માર્કેટયાર્ડમાં 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા
  • માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તનની આશા
  • 24 ઉમેદવારોનું ભાવિ મતદારપેટીમાં સીલ
    બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 24 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ

બનાસકાંઠા: સરહદી પંથક ગણાતા ભાભર માર્કેટયાર્ડમાં 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાનાર હતી જેમાં વેપારી વિભાગની 4 બેઠકો અને 2 ખરીદ વેચાણ વિભાગની બેઠકો બિનહરીફ થતાં બુધવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણીની બુધવારે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચૂંટણીની 10 બેઠકોના 24 ઉમેદવારો માટે 813 મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માર્કેટયાર્ડમાં બનાવેલા મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ કહ્યું હતું કે અમને જે સાથ સહકાર આપશે અને ખેડૂતોના કામ કરશે તેવા ઉમેદવારોને અમે અમારો મત આપીશું.

બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 24 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ

વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ

ભાભર માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિકાસ પેનલ સત્તારૂઢ છે અને બુધવારે માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન હોવાથી વિકાસ પેનલ દ્વારા તમામ બેઠકો ઉપર તેમનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. તો આ વખતે વિકાસ પેનલના સામે ઉભી રહેલી પરિવર્તન પેનલ દ્વારા સતા ઉપર રહેલી વિકાસ પેનલ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમને અનેક પ્રકારે ભ્રષ્ટાચાર આચર્યા છે જેથી આ વખતે પરિવર્તન આવશે અને અમારી પરિવર્તન પેનલની જીત થશે.

બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 24 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ

ગુરૂવારે યોજાશે મતગણતરી

બુધવારે માર્કેટયાર્ડની ચૂંટણી હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી પહોંચ્યા છે, જો કે સાંજે 5 વાગ્યા સુધી તમામ 24 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયું હતું અને ગુરૂવારે મતગણતરી હાથ ધરાશે ત્યારે જ ખબર પડશે કે વિકાસ પેનલ ફરીથી સત્તા હાંસિલ કરે છે કે પછી પરિવર્તનનો પવન ફૂંકાય છે.

બનાસકાંઠાના ભાભર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 24 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ

ABOUT THE AUTHOR

...view details