ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરની રેલ નદીમાં આવ્યું પાણી, તંત્રએ નીચાણવાળા વિસ્તારોને કર્યા અલર્ટ - Banaskantha

બનાસકાંઠા અને રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે ધાનેરાની રેલ નદીમાં બીજી વાર પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે, જો કે ઉત્સાહમાં આવી લોકો નદીમાં ન્હાવા જતા મામલતદારે નદીમાં ન જવા માટે લોકોને અપીલ કરી છે.

રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરની રેલ નદીમાં આવ્યું પાણી
રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરની રેલ નદીમાં આવ્યું પાણી

By

Published : Aug 25, 2020, 4:51 AM IST

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં હાલના વર્ષે મોડે મોડે પણ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે અને બે દિવસથી ભારે વરસાદના પગલે ધાનેરાની રેલ નદીમાં બીજી વાર પાણી આવ્યું છે.

રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરની રેલ નદીમાં આવ્યું પાણી, તંત્રએ નીચાણવાળા વિસ્તારોને કર્યા અલર્ટ

ધાનેરા નજીકથી પસાર થતી રેલ નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે, તો લોકો પણ નદીના પાણી ન્હાવા માટે જઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણીના વહેણથી દૂર રહેવું અને પાણી નજીક જવું નહીં.

રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરની રેલ નદીમાં આવ્યું પાણી

તો બીજી તરફ ધાનેરા તાલુકાના રૂણી સહિતના અનેક ગામોમાંથી પસાર થતી નદીમાં લોકો જીવના જોખમે લોકો નદીના પાણીમાં મજા માણતા દેખાય છે. ધાનેરા રેલ નદીમાં પાણી આવતા ધાનેરાનું સ્થાનિકતંત્ર પણ એલર્ટ બન્યું છે અને ધાનેરા મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક નદી કાંઠે પહોંચીને લોકોને પાણીથી દૂર રહેવા માટેની અપીલ પણ કરી છે.

રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરની રેલ નદીમાં આવ્યું પાણી

ABOUT THE AUTHOR

...view details