બનાસકાંઠાજિલ્લાના ખેડૂતો અત્યારે ચિંતાના માહોલમાં જીવી રહ્યા છે. કારણ કે, અહીં તેમનો મુખ્ય વિલન બન્યું છે વાદળછાયું વાતાવરણ. અહીં સતત બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોને પાકને નુકસાન થઈ રહ્યું છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. સાથે જ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ થતાં બટાકા, જીરું, એરંડા સહિત રવિ પાકમાં નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતોમાં ચિંતાતુર બન્યા છે.
આ પણ વાંચોકેરીના પાકને રોગ લાગતા ધરતીપુત્ર ચિંતામાં મુકાયા
જિલ્લામાં ખેડૂતોને નુકસાનજિલ્લામાં વર્ષોથી 70 ટકાથી પણ વધુ પરિવારો આજે પણ ખેતી સાથે જોડાઈ પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો એક પછી એક કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો, તીડનું આક્રમણ, ઇયળોનો ઉપદ્રવ, કમોસમી વરસાદ અને વારંવાર બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.
ખેડૂતો વળ્યા પશુપાલન તરફ જિલ્લામાં સતત ખેડૂતોને થતા નુકસાનના કારણે હાલમાં મોટાભાગના ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ પડ્યા છે, જેના કારણે દિવસેને દિવસે જિલ્લામાં ખેતીનું પ્રમાણ ઓછું થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જિલ્લામાં 3 સિઝનમાં ખેડૂતો વાવેતર કરે છે, પરંતુ હવે ખેડૂતોને ખેતીમાં વારંવાર થતાં નુકસાનથી હવે ખેડૂતો ખેતી છોડવા તરફ વળ્યા છે. જિલ્લામાં ખેતી ક્ષેત્રે આજે પણ એવા અનેક ખેડૂતો છે કે, જેમની ખેતી થતી આજે પણ દેશ અને દુનિયામાં તેમને નામના મેળવી છે, પરંતુ તેમને પણ આજે પોતાના ખેતરમાં કુદરતી આપવા નો સામનો કરવો પડે છે.
બદલાતા વાતાવરણથી ખેડૂતો ચિંંતિત બન્યાડીસા સહીત બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક જ સવારથી પલટો આવ્યો છે. ધૂમ્મ્સ અને વાદળછાયા વાતાવરણને લઈને કમોસમી માવઠાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે. ખાસ કરીને બટાકા, ઘઉં, જીરું, એરંડા, રાયડા જેવા પાકોનું મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાંખી અને વાવેતર કર્યું છે, પરંતુ આ શિયાળની સિઝનમાં ઠંડી ઓછી પડી છે અને આ રવિ પાકોને પૂરતા પ્રમાણમાં ઠંડી ન મળવાને કારણે પાકોનો વિકાસ પણ નથી થયો સાથે સાથે હિમ પડવાથી અને મોલો નામની જીવાત પડવાથી ખેડૂતો પૈસા ખર્ચી દવાનો છંટકાવ કરવો પડે છે.
આ પણ વાંચોછોટાઉદેપુરના શાકભાજી ખેડૂતોની મોટી સમસ્યા, કારણ જાણી ચોંકી જશો
ખેડૂતોને બેવડા ખર્ચા વેઠવા પડી રહ્યા છે એટલે ખેડૂતોને એક તરફ ઉત્પાદન પર અસર અને બીજી તરફ દવાઓનો ખર્ચ કરવાથી બંને બાજુથી નુકસાન થઇ રહ્યું છે. વળી આવું જ વાદળછાયું વાતાવરણ રહે અને આ પાકને તડકો ન મળે અથવા તો ઠંડી વધુ ન પડે તો ચોક્કસ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે. ખેડૂતો હાલ ભગવાનને એક જ આશા કરી રહ્યા છે કે, વારંવાર કુદરતી આપત્તો ન થાય તો ખેડૂતો નુકસાનમાંથી બહાર આવી શકે તેમ છે.
વાવેતરમાં નુકસાનને લઈ ખેડૂતોની પ્રતિક્રિયાઆ અંગે યુવા ખેડૂત અગ્રણી દિલીપ ઠાકોર અને કનવરજી વધાણીયાએ જણાવ્યું હતું કે, તે શિયાળામાં બરાબર ઠંડી પડી નથી, જેના કારણે બટાટા સહિતના રવિ પાકોમાં 15થી 20 ટકા જેટલું નુકસાન થયું છે. તેમાંય જે લોકોએ પાછોતરું વાવેતર કર્યું છે તેમને મોટું નુકસાન થવાનું છે. ને હવે વારંવાર ધુમ્મસવાળું અને વાદળછાયુ વાતાવરણ રહેતા પાક પર માઠી અસર થશે.