- 1500 કરોડથી વધારે ના કાર્યોનું કરાયું લોકાર્પણ
- કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાત અડીખમ
- કોંગ્રેસને ગુજરાતમાંથી કરાયું છે તડીપાર નીતિન પટેલનું નિવેદન
સાબરકાંઠા: ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ થવાના પગલે આજે(શનિવાર,7 ઓગસ્ટ) રાજ્યકક્ષાના વિકાસ દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત ગુજરાતમાં 100 ટકા રસીકરણ કરાવનારા 1,225 જેટલા સરપંચના સમ્માન સહિત 1500 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાનની નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસની ગુજરાતમાંથી તડીપાર થયું છે.
5300 કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ
ગુજરાતમાં ભાજપ સરકારને પાંચ વર્ષ પૂરા થવાના પગલે સતત સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો અપાયા બાદ આજે(શનિવારે) રાજયકક્ષાનો વિકાસ દિવસની ઉજવણી સાબરકાંઠાના હિમતનગર ખાતે કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં 5300 કરોડના કામોનું લોકાર્પણ કરવાની સાથોસાથ કોરોના કાળમાં અન્ય રાજ્યો કરતાં જનહિતના કામોને પગલે સર્વાંગી વિકાસ થયાનું જણાવ્યું હતું કે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર વાતો કરે છે કોંગ્રેસના રાજમાં કોઈપણ પ્રકારનો વિકાસ ન કરાયા હોવાના પગલે જનતા તેમને ઓળખી ગઈ છે અને હવે તાલુકા પંચાયતથી માંડી રાજ્ય સરકાર તેમજ સાંસદ સુધી ગુજરાતમાંથી તડીપાર થયું હોય તેવો ઘાટ છે.