ગુજરાત

gujarat

ETV Bharat / state

Grain scandal: પાલનપુર અનાજ કૌભાંડ કેસમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી

બનાસકાંઠામાં પાલનપુર સરકારી અનાજ ગોડાઉનમાં ગરીબોનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ (Grain scandal ) આચરનાર ગોડાઉન મેનેજર અને ઓડિટરની પોલીસે અટકાયત કરી છે. 1.91 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી નાસતા ફરતા બંને આરોપીઓને ડીસા ડીવાયએસપીની ટીમે 238 દિવસ બાદ ઝડપી જેલના સળીયા પાછળ ધકેલ્યાં છે.

Grain scandal: પાલનપુર અનાજ કૌભાંડ કેસમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી
Grain scandal: પાલનપુર અનાજ કૌભાંડ કેસમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી

By

Published : Sep 28, 2021, 6:15 PM IST

  • અનાજ કૌભાંડના આરોપીઓને પકડવાનું ડીસા દક્ષિણ પોલીસનું સફળ ઓપરેશન
  • 1.91 કરોડ રૂપિયાના અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું હતું
  • કૌભાંડી મેનેજર અને ઓડિટરની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરાયાં


    પાલનપુરઃ શહેરમાં સરકારી અનાજ ગોડાઉનમાંથી આઠ મહિના અગાઉ મેનેજરે 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ (Grain scandal ) આચર્યુ હોવાની ઘટના બની હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ અચાનક વિજિલન્સ ટીમે તપાસ કરતા માલ ગોડાઉન મેનેજર નાગજીભાઈ રોત, ડોરસ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર એમ. બી. ઠાકોર અને કિરણ એન્ડ પ્રદીપ એસોસિએટના પ્રતિનિધિ વિશાલ પંછીવાલાએ ભેગાં મળી ગરીબોનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી કુલ 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું હતું.
    1.91 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી નાસતા ફરતા 2 આરોપી પકડાયાં


    2 આરોપી ઝડપાયા

    ફરિયાદ નોંધાયા બાદ આ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા હતાં. જ્યારે ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાની ટીમે કૌભાંડી મેનેજર અને ઓડિટરને ઝડપી પાડી પાલનપુર એસીબીની કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અનાજ ગોડાઉનમાંથી આટલું મોટું કૌભાંડ (Grain scandal ) આચરવામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસને પૂરેપૂરી શંકા છે. જેથી આ અનાજનો જથ્થો ક્યાં ક્યાં વેચ્યો છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

    માલ ગોડાઉનમાં આચરાયેલા કૌભાંડમાં અનાજની ઘટ

    ઘઉંના કટ્ટા 12776 ( 6,38,788.619 કિ. ગ્રા.), સરકારની ઓ.એમ.એસ.એસ. સ્કીમ અંતર્ગત જાહેર કરવામાં આવેલા એક કિલોના ઘઉંના રૂપિયા 25 લેખે કુલ રૂપિયા 1,59,69,715.47

    ચોખાના કટ્ટા 2473 (1,23,614.415 કિ.ગ્રા), સરકારની ઓ. એમ. એસ. એસ. સ્કીમ અંતર્ગત જાહેર કરવામાં આવેલા એક કિલોના ચોખાના 26 રૂપિયા લેખે કુલ રૂપિયા 32,13,974.80

    દોષિતો પાસેથી બમણી રકમ વસૂલવામાં આવશે

    ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા નિયામકના તારીખ 22 ડિસેમ્બર 2020ના પરિપત્ર મુજબ સરકારી અનાજની ઉચાપત બદલ બમણી કિંમત વસૂલ કરવામાં આવે છે. જેમાં પાલનપુર માલ ગોડાઉનના ઉચાપતના કેસમાં જે પણ દોષિત થશે તે શખ્સો પાસેથી રૂપિયા 1,91,82,690ની ઉચાપત સામે નિગમ દ્વારા રૂપિયા 3,83,67,380.54 વસૂલાશે.


    આ પણ વાંચોઃ Grain scandal: બનાસકાંઠા જિલ્લામાં 10 ટીમોએ શરુ કરી સઘન તપાસ, અનાજ કૌભાંડનો રેલો

ABOUT THE AUTHOR

...view details