ભારત દેશ જ્યારથી આઝાદ થયો છે, ત્યારથી આપણા દેશને સ્વચ્છ રાખવાનું કામ સફાઈ કામદારો કરે છે. સવારે આપણે વેલા ઉઠીએ કે ના ઉઠીએ સફાઈ કામદારો સવારે વહેલા ઉઠીને આપણા શહેરને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરી દે છે. ત્યારે સેવાની ભાવના રાખનાર ડીસાના એક વેપારી અમરતભાઈ કચ્છવા દ્વારા તેમની નવી દુકાનની શરૂઆત કરવા જતાં પહેલાં તેમના મનમાં વિચાર આવ્યો કે મારે મારી દુકાનનું મુહૂર્ત શહેરને સ્વચ્છ રાખનારાઓના હસ્તે કરાવવું છે. ત્યારે ડીસા નગરપાલિકા ખાતે ડીસા શહેરને સ્વચ્છ રાખનાર વર્ગ-4ના કર્મચારીઓને સાડી આપી પોતાની દુકાનની શરૂઆત કરી હતી.
ડીસાના વેપારીએ પોતાની દુકાનનું મુહૂર્ત સફાઈ કામદારો જોડે કરાવ્યું - Merchant
બનાસકાંઠાઃ ડીસામાં આજે એક વેપારીએ પોતાના દુકાનનું મુહૂર્ત જે આપણા શહેરને સ્વચ્છ રાખે છે તેમના હસ્તે કરાવ્યું હતું. ડીસા નગરપાલિકામાં વર્ગ-4ના કર્મચારીઓના હસ્તે આ મુહૂર્ત પ્રથમવાર થતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી.
પહેલી વાર પોતાના હસ્તે ડીસાના વેપારી દ્વારા દુકાનની શરૂઆત થતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે અમરતભાઈ કચ્છવાએ જણાવ્યું હતું કે, હવેથી કોઈ પણ અનાથ દીકરી કે જેના માતા પિતા ન હોય તેવી દીકરીઓ પોતાના લગ્ન પ્રસંગે મારી દુકાનેથી પાંચ સાડીઓ, લગ્નનું પાનેતર અને એક બેગ ગમે ત્યારે લઈ જઈ શકે છે.
ડીસાના વેપારી અમરતભાઈ કચ્છવાના દ્વારા કરવામાં આવેલ આ ભગીરથ કાર્યથી વર્ગ-4ના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. વર્ગ-4ના કર્મચારીઓના ચેહરા પર જે ખુશી જોવા મળી રહી છે તેનું કારણ છે કે સૌ પ્રથમવાર કોઈ વેપારી દ્વારા સફાઈ કામદારોના હસ્તે પોતાની દુકાનની શરૂઆત કરતા પહેલા અમારા જેવા ગરીબ લોકોને સાડીઓ આપવામાં આવી હોય. ત્યારે વર્ગ-4ના કર્મચારીઓના પ્રમુખે જણાવ્યું હતું કે અમારું કામ માત્ર શહેરને સ્વચ્છ કરવાનું હોય છે, ત્યારે ડીસામાં અમરતભાઈ દ્વારા સૌ પ્રથમવાર અમારું સન્માન કરતા અમને ખૂબ જ આનંદ આવ્યો હતો.