ગુજરાત

gujarat

ડીસામાં કોલ્ડસ્ટોરેજ એસોસિએશને કલેક્ટર સમક્ષ કરી રજૂઆત, જાણો શું છે કારણ...

By

Published : May 4, 2020, 5:52 PM IST

ડીસામાં 150 કોલ્ડસ્ટોરેજમાંથી અમુક સ્ટોરેજમાંજ મજૂરો રહ્યા છે. તે પણ હવે ઓનલાઈન પાસ કાઢી પોતાના વતન જઇ રહ્યા છે. ત્યારે કોલ્ડસ્ટોરેજમાંથી બટાકા કાઢવા મુશ્કેલ બનતા ધારાસભ્ય સહિત અગ્રણી વેપારીઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.

etv bharat
ડીસા: કોલ્ડસ્ટોરેજ એસોસિએશને કલેકટર સમક્ષ આ કરી રજૂઆત:જાણો

ડીસા: સમગ્ર દેશમાં ઓનલાઈન પાસ દ્વારા મજૂરો અને ફસાયેલા લોકોને વતન જવા પાસ કાઢવામાં આવી રહ્યા છે. જે પાસને લઈને ડીસામાં આવેલા 200 કોલ્ડસ્ટોરેજના મજૂરો પણ વતન જવા મજૂરી માંગી રહ્યા છે.

ત્યારે ડીસા કોલ્ડસ્ટોરેજ એસોસિએશનના ચેરમેન ગણપતભાઈ કચ્છવા, ડીસાના અગ્રણી વેપારી પી એન શેઠ, કૈલાસભાઈ ગેલોત, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને રજૂઆત કરી છે કે, અત્યારે ડીસા કોલ્ડસ્ટોરેજ પરના અન્ય મજૂરો કામે પરત આવે પછી હાલ જે મજૂરો છે તેમને વતન જવા મંજૂરી આપવામાં આવે.

ડીસા: કોલ્ડસ્ટોરેજ એસોસિએશને કલેકટર સમક્ષ આ કરી રજૂઆત:જાણો

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કલેક્ટર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા એસોસિએશનના સભ્યો સાથે ગયા હતા અને ધારાસભ્ય અને વેપારી તેમજ કોલ્ડસ્ટોરેજના ચેરમેનએ કલેક્ટર સંદીપ સાગલે સમક્ષ રજૂઆત કરી હતી.

જેમાં ડીસામાં આવેલા 200 કોલ્ડસ્ટોરેજમાંથી 150 કોલ્ડસ્ટોરેજમાં હમણા બટાકા થયા છે અને જે બટાકા લોડિંગ થયા બાદ કેટલાક મજૂરો વતન પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ અને નેપાળ જતા રહ્યા. જ્યારે કેટલાક મજૂરો હજી પણ કોલ્ડસ્ટોરેજ પર હાજર છે. ત્યારે લોકડાઉન થતાએ મજૂરો આવી શકે તેમ નથી. પંરતુ અહીંયા હાજર મજૂરો વતન જવા ઓનલાઈન પાસ કાઢી વતન જઇ રહ્યા છે. ત્યારે આ મજૂરોને નેપાળ, પંજાબ,ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરો પરત આવે ત્યાર બાદ મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. સાથે જણાવ્યું હતું કે, જો આ મજૂરો જતા રહ્યા તો આવનાર સમયમાં કોલ્ડસ્ટોરેજ માલિકોને બટાકા લોકો સુધી પહોચાડવા મુશ્કેલ બનશે.

આ રજૂઆત બાદ કલેક્ટરે તે અંગે યોગ્ય નિર્ણય લેવાની બાહેંધરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details