બનાસકાંઠા: ધાનેરાના મગરાવા ગામે ફૂડ પોઈઝનીંગ થતાં સાત શંકર ગાયોના મોત થયા છે. મગરાવા ગામે રહેતા રામજીભાઈ ચૌધરી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારના સમયે પોતાના પશુઓને ઘાસચારો આપ્યા બાદ આફરો ચડતા એક પછી એક એમ 7 શંકર ગાયો ઢળી પડી હતી. આ અંગે પશુપાલકે તાત્કાલિક જાણ કરતાં વેટરનરી ડોક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જોકે ડોક્ટર આવે તે પહેલાં જ ફૂડ પોઈઝનના કારણે સાત શંકર ગાયોના મોત નિપજ્યા હતા.
ધાનેરાના મગરાવા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે સાત પશુઓના મોત - બનાસકાંઠા
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના મગરાવા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે સાત પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. કોરોના મહામારી વચ્ચે પશુપાલકના સાત પશુઓનાં મોત થતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મગરાવા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે સાત પશુઓના મોત
આજ પશુપાલકને 20 દિવસ અગાઉ પણ 10 પશુઓના મોત થતાં ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, ત્યારબાદ આજે બુધવારે ફરી પાછા સાત ગાયના મોત થતા મોટું નુકસાન થયું છે. આ ઘટના અંગેના સમાચાર મળતાં જ ધાનેરા મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. કોરોના મહામારીમાં ખેડૂતને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવતા 7 પશુઓના મોતથી રામજીભાઈ ચૌધરી પર આભ ફતવા જેવી સ્થિતિ સર્જાઈ છે.