- બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર
- દેશી પશુ ઓલાદોનું ઉત્તમ સંવર્ધન કરનારા પશુ સંવર્ધન કેન્દ્રને મળે છે આ પુરસ્કાર
- હરિયાણામાં આવેલું રાષ્ટ્રીય આનુવંશિક સંવર્ધન બ્યૂરો દર વર્ષે આપે છે આ પુરસ્કાર
- દેશભરમાંથી દેશી ગાયોના સંવર્ધન કેન્દ્રની આવેલી 17 અરજીમાંથી બનાસકાંઠાએ મારી બાજી
બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિ.ને કાંકરેજી ગાયના સંવર્ધન માટે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મળ્યો
બનાસકાંઠાઃ બનાસકાંઠાના નાક સમાન કાંકરેજી ગાયના સંવર્ધન માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને વર્ષ 2020નો શ્રેષ્ઠ નસ્લ સંવર્ધન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ, દિયોદર, વાવ, થરાદ વગેરે તાલુકાઓમાં દેશી કાંકરેજી ગાયની ઓલાદો જોવા મળે છે. કાંકરેજી ગાયનું દૂધ પ્રોટિનથી ભરપૂર હોવાથી તે ડાયાબિટીસ અને હાઈપર બ્લડ પ્રેશરના રોગોના નિદાન માટે પણ અક્સીર ઈલાજ સમાન છે.
અનેક કૃષિ વૈજ્ઞાનિકોએ કાંકરેજી ગાયોની સંખ્યા વધારવા સંશોધન કર્યા
કાંકરેજી ગાય જિલ્લાની ઉત્તમ કોટિની દેશી ગાય હોવાથી તેના સંવર્ધન માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ સંરક્ષણ કેન્દ્ર દ્વારા સતત પ્રયત્નો કરાતા હોય છે. ઉત્તમ નસ્લની કાંકરેજી ગાયોની સંખ્યા વધે તે માટે અનેક સંશોધન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા થતા હોય છે.
બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિ.ને કાંકરેજી ગાયના સંવર્ધન માટે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મળ્યો દેશભરમાંથી પસંદ થઈ બનાસકાંઠાની નાક સમાન કાંકરેજી ગાય હરિયાણાના કરનાલ ખાતે રાષ્ટ્રીય પશુ સંવર્ધન આનુવંશિક બ્યૂરો આવેલું છે, જે દર વર્ષે ઉત્તમ ગુણવત્તાની પશુ ઓલાદોનું જતન કરતી સંસ્થાઓને એવીર્ડ આપી પ્રોત્સાહિત કરે છે. વર્ષ 2020માં દેશભરમાંથી દેશી ગાયોની ઉત્કૃષ્ટ સંવર્ધન કરતા 17 કેન્દ્રોની અરજી આવી હતી. દેશભરમાંથી આવેલી આ અરજીઓમાંથી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ સંવર્ધન કેન્દ્રની કાંકરેજી ગાયની ઓલાદોના જતન માટે પસંદગી કરવામાં આવી છે, જે જિલ્લાવાસીઓ માટે એક ગૌરવપૂર્ણ ઘટના છે.