- ડીસામાં પાંચ વર્ષ ભાજપનું સાશન
- ડીસા વોર્ડ નંબર 2ની પરિસ્થિતિ
- નગરપાલિકાને લઈ લોકોના મંતવ્યો
બનાસકાંઠા : ડીસા નગરપાલિકા દ્વારા ગત 5 વર્ષ દરમિયાન ભાજપનું સ્પષ્ટ બહુમતીથી શાસન ચાલતું હતું. ગત ટર્મમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 21 ઉમેદવાર કોંગ્રેસના 6 ઉમેદવાર તેમજ અપક્ષના 17 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. ગત ટર્મમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ઓછી બેઠકો મળતા ભાજપને સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકા પર સત્તા મળી હતી. પાંચ વર્ષ દરમિયાન ભાજપ દ્વારા અનેક ડીસા શહેરના વિકાસના કામો કરવામાં આવ્યા છે.
અનેક વિવાદોને કારણે હાલ વિકાસ અટકી ગયો
ડીસા શહેરમાં આજે પણ એવી અનેક સોસાયટીઓ છે કે, જ્યાં ભાજપ દ્વારા કામ ન કરવા માગતા વિરોધ જોવા મળી રહ્યો છે. ડીસામાં 5 વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપ પક્ષમાં પણ વિખવાદ જોવા મળ્યો હતો. જેના કારણે ડીસા શહેરનો વિકાસ પણ અટકેલો જોવા મળી રહ્યો છે. ડીસાના લોકો માટે ફરવા માટે માત્ર એક મોટો કરોડો રૂપિયાના ખર્ચે બગીચો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભાજપના જ સભ્યોએ વિરોધ કરતા આ બગીચો હાલ બંધ પડ્યો છે. જેથી સ્પષ્ટ કહી શકાય કે, ભાજપના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક વિવાદોને કારણે હાલ વિકાસ અટકી ગયો છે.
પાંચ વર્ષમાં વિકાસના કામો અને અધૂરા કામો
ડીસા શહેરી વિસ્તારના લોકોને ખાસ રોડ ગટરો અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. ડીસા નગરપાલિકા દ્વારા પણ 5 વરસના ભાજપના શાસન દરમિયાન અનેક વિકાસના કામો કરવામાં આવે છે. ડીસા નગરપાલિકાના 11 વોર્ડમાંથી ભાજપ દ્વારા મોટાભાગના તમામ વિસ્તારોમાં રોડ પાણી અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ 5 દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કરોડોના ખર્ચે ડીસા નગરપાલિકા દ્વારા નવું સ્મશાન ગૃહ ડીસા બનાવવામાં આવી છે. આમ ભાજપના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક વિકાસના કામો થયા છે. આજે પણ ડીસાના એવા અનેક વિસ્તારો છે. જ્યાં લોકોને 5 વર્ષના શાસનકાળ દરમિયાન વિકાસના નામે કોઈપણ વસ્તુ મળી નથી. લોકો પાંચ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ પોતાના વિસ્તારનો વિકાસ જોઈ શક્યા નથી. આમ ચોક્કસથી કહી શકાય કે, ડીસા નગરપાલિકામાં ભાજપના શાસન કાળ દરમિયાન ક્યાંક વિકાસ થયો છે, તો ક્યાંક અધૂરો વિકાસ રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભાજપના શાસન સામે રોષ