- ડીસામાં ચૂંટણી જંગ જામ્યો
- ડીસામાં નગરપાલિકાની ચૂંટણી વિવાદ વકર્યો
- મેં કોઇ પાર્ટી કે પક્ષની સામે આ પ્રકારનું નિવેદન નથી આપ્યુંઃ ધારાસભ્ય
- જો કોઈ રાખ ઉડાડશે તો અંગારા નીકળશેઃ શશીકાંત પંડયા
બનાસકાંઠાઃ જિલ્લાની ડીસા નગરપાલિકામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારી છે તેને લઈને અત્યારથી જ દરેક પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ખાસ કરીને દર પાંચ વર્ષે યોજાતી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આમને-સામને હોય છે. પરંતુ આ વર્ષે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખતાં ડીસા નગરપાલિકામાં ચૂંટણી જંગ જામ્યો છે. અત્યારે તમામ પક્ષો પોતાના સમર્થકો સાથે પોતાના વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરતા નજરે પડી રહ્યા છે. જેના કારણે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ બરાબર જામતો જોવા મળી રહ્યો છે.
ચૂંટણીમાં અનેક વિવાદો...
ડીસા નગરપાલિકાની ચૂંટણી હવે નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીમાં અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. અગાઉ પણ વોર્ડ નંબર-4માં ભાજપના ઉમેદવાર ચેતન ત્રિવેદીને હરાવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ સામે જોવા મળી રહ્યા છે તો વળી બીજા અન્ય વિસ્તારોમાં પણ હાલમાં ઉમેદવારોને લઈ અનેક વિવાદો જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આ વિવાદ કયાં પક્ષને નુકસાન કરાવે છે ? તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખ્યાલ આવશે.