ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ઠાકોર સમાજે બનાવ્યું સમાજવાદી બંધારણ, યુવાઓના હિત માટે લેવાયા નિર્ણય - GUJARAT

બનાસકાંઠા: જિલ્લામાં ઠાકોર સમાજની બહુમતી ધરાવતા 12 ગામના આગેવાનોએ સામાજિક બંધારણ બનાવ્યું છે. જેમાં યુવતીએ મોબાઈલ રાખવા પર પ્રતિબંધ ફરમાવવાની સાથે સાથે જો કોઈ યુવક-યુવતી સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે તો તેના પિતાને દંડ ફટકારવા જેવા નિયમો બનાવતા હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ક્ષત્રિય ઠાકરો સમાજે બનાવ્યું સમાજવાદી બંધારણ

By

Published : Jul 16, 2019, 3:23 PM IST

અત્યારે ટેક્નોલોજીનો યુગ છે. 21મી સદીએ જ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવાય છે. જેમાં દેશ અને દુનિયાનું જ્ઞાન મોબાઈલમાં આવ્યું છે. જેથી લોકો પોતાના બાળકોને જ્ઞાની બને તે માટે મોબાઈલ, નેટ જેવી સુવિધાઓ આપતા હોય છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જેગોલ ગામમાં 12 ગામના આગેવાનોએ એકઠા મળી ઠાકોર સમાજની યુવતીઓને મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ક્ષત્રિય ઠાકરો સમાજે બનાવ્યું સમાજવાદી બંધારણ

દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની આ ગામમાં ઠાકોર સમાજની બહુમતી છે. આમ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધુ ઠાકોર સમાજની વસ્તી છે. પરંતુ અહીં ઠાકોર સમાજની બહુમતી ધરાવતા 12 ગામના લોકો સાથે મળી કેટલાક સામાજિક નિયમો બનાવ્યા છે. જેમાં ઠાકોર સમાજમાંથી કુરિવાજો અને દૂષણો દૂર કરવાની વાત કરવામાં આવી હતી. ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે લીડ કરી હતી. દારૂબંધી માટે પ્રતિજ્ઞા લેવડાવી દારૂના દુષણ ને દૂર કરવા કડક નિયમો બનાવ્યા હતા અને દારૂ વેચતા ગામમાં અને લોકોના ઘરે જઈ જનતા રેડ કરી સમાજને દારૂથી વ્યસનથી મુક્ત બનાવવા માટે પ્રયાસો કર્યા હતા.

આ આગેવાનોની બેઠકમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, વ્યસન દૂર કરવા સાથે-સાથે જ યુવતીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સિવાય સમાજનો યુવક-યુવતી જો સમાજ વિરોધી પ્રેમલગ્ન કરે તો તેના પરિવારને એટલે કે યુવક કે યુવતીના પિતાને દંડ ફટકારવામાં આવશે તેવા પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જ્યારે ગામના લોકો અને ઠાકોર સમાજના અગ્રણીઓ સમાજના હિત માટે આ નિર્ણય લીધો હોવાનું કહી રહ્યા છે.

ઠાકોર સમાજે પહેલા પણ વ્યસનમુક્તિ માટે પણ અભિયાન શરૂ કર્યુ હતું. તેના કારણે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વ્યસનમુક્તિના અભિયાનથી ઠાકોર સમાજમાં નેતા અલ્પેશ ઠાકોરનો જન્મ થયો હતો. સમાજમાંથી વ્યસન મુક્ત કરવા માટે અને દારૂની બદીથી સમાજને મુક્ત કરવા માટે અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનોએ અનેક પ્રયાસો કર્યા છે. ત્યારે હવે ફરી ઠાકોર સમાજની અંદર કુરિવાજો દૂર કરવા માટે અને ખાસ કરીને મોબાઈલના કારણે લોકોના શારીરિક અને માનસિક પર થતી અસરો અને દૂર કરવા માટે જે નિર્ણય કર્યો છે. સમાજની યુવતિઓ પણ આ નિર્ણયનું પાલન કરશે તેમ જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details