બનાસકાંઠા બેઠક પર ચૌધરી VS ચૌધરી ઉમેદવાર વચ્ચે યોજાઈ શકે છે જંગ
બનાસકાંઠા: ભાજપના ઉમેદવાર તરીકે રાજ્ય સરકારના પ્રધાન પરબત પટેલના નામની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસ પણ હરકતમાં આવી છે અને આજે બનાસકાંઠાના તમામ કોંગી ધારાસભ્યોને પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખે બોલાવ્યા હતા અને લોકસભાના ઉમેદવારને લઇ ચર્ચા કરવામાં આવી હતી.
બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસ સહકારી આગેવાન પરથી ભટોળને ટિકિટ આપવા માટે વિચારણા કરી રહી છે ત્યારે ધારાસભ્યો સાથે યોજાયેલ બેઠકમાં પણ ભટોળના નામ ઉપર ચર્ચા થઇ હતી.આ બેઠક ઉપરથી ભટોળના નામ સામે કોઈ વિરોધ ન થાય તેને લઈને ખાસ ધારાસભ્યોને સુચના આપવામાં આવી હતી અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરેપણ સ્પષ્ટ કહ્યું હતું કે ઉમેદવાર કોઈ પણ મૂકવામાં આવે જે પંજાના સિમ્બોલ પર લડશે તેને કોંગ્રેસના તમામ ધારાસભ્યો મદદ કરશે. હાઈકમાન્ડને જેને ટિકીટ આપશેતેને અમે પૂરો સાથ સહકાર આપીશું.બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભટોળની જાહેરાત થઈ શકે છે
ભટોળ બનાસકાંઠામાં જાણીતો ચહેરો છે અને ચૌધરી સમાજ ઉપરાંત સમાજના અન્ય વર્ગોમાં પણ જાણીતું નામ છે. આ ઉપરાંત ભટોળ વર્ષો સુધી બનાસ ડેરીના ચેરમેન પણ રહી ચૂક્યાછે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના મતદારોપરથી ભટોળની ખાસ પકડ છે માટે જ ભટોળ આ બેઠકના મજબૂત દાવેદાર પણ ગણાય છે.